વાપી જીઆઇડીસી પોલીસે શરીરે દારૂ બાંધીને લઇ જતા સુરતના આધેડને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે, કોરોનામાં દેવું વધી જતા તે દારૂના ધંધામાં પડ્યો હતો. ઘરનો હપ્તો ભરાઇ જાય પછી આ ધંધો છોડી દેવા કહી કેસ ન કરવા તેણે પોલીસ પાસેથી માફી માગી હતી. વાપી જીઆઇડીસી પોલીસ શનિવારે વાહન પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન વૈશાલી ઓવરબ્રીજ ઉતરતા સર્વિસ રોડ ઉપર એક ઇસમ વાહનોને ઉભા રાખવા ઇશારો કરતો હોય તેના પર શંકા જતા પોલીસ તેની પાસે પહોંચી હતી.
તેના શરીરે હાથ ફેરવતા દારૂની બોટલો બાંધેલાનું જણાઇ આવ્યું હતું. જેથી તેને પોલીસ સ્ટેશને લઇ જઇ ચકાસણી કરતા સેલોટેપથી શરીરે બાંધેલા કુલ બોટલ નંગ-24 કિં.રૂ.1200 કબજે લેવાયા હતા. પોલીસે આરોપી રમેશ મણિલાલ વસાવા ઉ.વ.55 રહે.રાંદેરરોડ મોટા ભાગળ સિંગોટામાતા મંદિરની બાજુમાં સુરત સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આરોપીએ જણાવેલ કે, કોરોના કાળમાં દેવું વધી જતા તે દારૂના ધંધા સાથે સંકળાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.