દમણમાં ભૂતકાળમાં રખડતાં ઢોર ઉપર હુમલો તથા ગૌવંશની ચોરીના બનાવો વધ્યા હતા. અા ઉપરાંત હાલ ચોમાસાની સિઝનમાં ઢોર જાહેર માર્ગની વચ્ચે જ અડિંગો જમાવીને બેસી જતા હોય છે, જેથી વાહન અકસ્માતની સંભાવના પણ વધે છે. પશુપ્રેમી દ્વારા રખડતાં ઢોરને પકડવા માટે થયેલી રજૂઆત બાદ આખરે પ્રશાસને રખડતાં ઢોર પકડવાનું અભિયાન શરૂ કર્યુ છે.\nસંઘ પ્રદેશ દમણમાં રખડતાં ઢોરોને પકડવાની કામગીરી કરીને માત્ર બે દિવસમાં 200થી વધારે ઢોર પકડીને હાલમાં વાંકડ ખાતે હંગામી જગ્યાએ રાખવામાં આવી રહ્યા છે.
દમણમાં હાલ ચોમાસાની સિઝનમાં ઢોર પાલકો પોતાના ઢોરને ખુલ્લામાં છોડી દેતા હોય છે. કોઇ સ્થળે આશ્રય ન મળતાં આખરે ઢોર માર્થ ઉપર અડીંગો જમાવીને બેસી જતા હોય છે. માર્ગ ઉપર રખડતાં ઢોરથી અનેક સમસ્યાઓ વર્તાય રહી હતી. રાત્રીએ રસ્તા ઉપર બેઠેલા ઢોરોને લઈ અકસ્માતોની સંભાવના વધી જતી હોય છે. ઉપરાંત ખેતરોમાં ઢોરો પાકને નુક્શાની કરતા હતા. ત્રાસમાંથી મુક્તિ માટે પ્રશાસન દ્વારા રખડતાં ઢોરોને પકડવાની કાર્યવાહી શરૂ કરીને બે દિવસમાં 200થી વધુ ઢોર પકડી લીધા છે. હાલ નાની દમણનાં વાંકડમાં ખુલ્લી જગ્યામાં તારખૂટા કરી પકડેલા ઢોરોને રાખવામાં આવી રહ્યા છે. હંગામી જગ્યાએ રાખવામાં આવેલા ઢોર માટે ખાવા પીવા સહિત અન્ય કોઇ સુવિધા ન હોવાથી તાત્કાલિક સુવિધા ઊભી કરવા માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.