ખેડૂતોને મદદ:ખેતી કરતી મહિલાઓ માટે કસ્ટમ હાયરીંગ સેન્ટર શરૂ

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડીના રાબડી ગામમાં વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજની પહેલ

પારડીના રાબડી ગામમાં વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજના સપોર્ટ અને બાયફ ઇન્સ્ટિીટયુટ ફોર સસ્ટેનેબલ લાઇવલીહુડ એન્ડ ડેવલમેન્ટ સંસ્થાના માર્ગદર્શન દ્વારા સ્વ સહાય જુથની મહિલાઓ સંચાલિત કસ્ટમ હાયરીંગ સેન્ટરનું ઉદઘાટન કંપનીના સીએસઆર પ્રમુખ હર્ષવર્ધન નવાથે દ્વારા કરવામાં આવ્યુ હતું.જેમાં 125 મહિલાઓ જોડાઇ હતી. જેને વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા રોજગારી પુરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં વેલસ્પન વાપી પ્લાન્ટના હેડ સંજય કાનુડો, એગ્રી કલ્ચર ડીપાર્ટમેન્ટ વલસાડ કેવીકે અંભેટી,જીએલપીસી વલસાડ પ્રોજેક્ટ કોર્ડિનેટર વાપી તથા બાયફ સંસ્થાના એડિશનલ ચીફ પ્રોગ્રામ એકિઝકયુટીવ અભિષેક પાંડે ઉપસ્થિત રહ્યા હતા. જુથના બહેનો દ્વારા મહેમાનોની પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું. કસ્ટમ હાઇરિંગ સેન્ટર દ્વારા ગામના લોકોને નવી ટેકનોલોજી દ્વારા ખેતી કરવામાં સહાયરૂપ બની શકે તેમજ ઓછા સમયમાં વધુ ખેતીનું કામ થાય, કાર્યબોઝ હળવો થઇ શકે અને કાપવાનું મશીન (પેડી રીપર) ,ભાત ઝોડવાનું મશીન (પેડી થ્રેશર) ભાત સફાઇ કરવાનો પંખો (વીનોઇગ ફેન ) જેવા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જુથના બહેનોએ વેલસ્પન કંપની અને બાયફ સંસ્થાને જણાવ્યુ હતું કે આવી નવી ટેકનોલોજી વાળા સાધનો મળવાથી અમે ઘણાં જ ખુશ છે અને આ સાધનોનોનો મહત્તમ ઉપયોગ કરી લોકોને સહાયરૂપ બનવા માટેનો પ્રયત્ન કરીશું.

કસ્ટમ હાયરીંગ સેન્ટરથી શું ફાયદો
ઓજારોનું ભાડુ બજાર કરતાં ઓછુ હોય છે,ઉત્પાદનમાં વધારો થઇ શકે છે. કામ સમયસર પૂર્ણ થાય છે. બીજા પર નિર્ભરતા ઘટે છે. ખેતીનો ખર્ચ ઓછો થાય છે. ખેતરમાંથી સારી આવક મેળવશે. પાકના અવશેષોનાં રિ-સાયકલિંગની સુવિધા આપશે.

અન્ય સમાચારો પણ છે...