તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:દમણમાં માર્ગ પહોળો કરવા 400થી વધુ માલિકોની જમીન સંપાદન કરાશે

વાપી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભેંસલોરથી તીનબત્તી,ડાભેલ માર્ગ બનાવાશે

દમણ જિલ્લા પ્રશાસનના રેવન્યુ વિભાગ દ્વારા ભેંસલોરથી તીનબત્તી અને ડાભેલના કલેરિયાથી લઇને ડાભેલ ચેકપોસ્ટ સુધીના માર્ગને પહોળો કરવા માટે પ્રશાસન દ્વારા નોટિફિકેશન બહાર પાડી છે. આ માર્ગના વિસ્તૃતિકરણ માટે અંદાજે 400થી વધુ જમીન માલિકોની જમીન સંપાદિત કરાશે. દમણના રેવન્યુ વિભાગ દ્વારા પ્રદેશના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તથા વાહનની સરળ અવરજવરને લઇને માર્ગને પહોળો કરવા માટે આયોજન હાથ ધર્યુ છે.

દમણના ને.હાઇવે નંબર 848બી જંકશનથી તીનબત્તી, ભેંસલોર -કુંતા બોર્ડરથી 848બી તથા ડાભેલ ચેક પોસ્ટથી લઇને કલેરિયા આઉટ પોસ્ટ સુધી પ્રશાસન દ્વારા જરૂરી માર્કિગની કામગીરી પુરી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ માર્ગની બંને તરફ 20 મીટર સુધી પહોળો કરાશે. હાઇવે નંબર 848બી જંકશનથી તીનબત્તી સુધીનો 8,995 વર્ગ મીટર જમીન માટે 143 જમીન અધિગ્રહણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો