તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઉદવાડા રેલવે ફાટક પાસે સંકલનના અભાવે ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાતો જ નથી

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરિયાત વર્ગ-સ્થાનિકોને સૌથી વધુ તકલીફો છતાં તંત્રનું વલણ ઉદાસીન

ઉદવાડા રેવલે ફાટક પાસે ટ્રાફિકનો પ્રશ્ન હવે હજારો વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. પોલીસની હાજરી છતાં પણ ટ્રાફિકનો પ્રશ્ન હલ થઇ રહ્યો નથી. પોલીસ વિભાગ અને સ્થાનિક તંત્રના સંકલનના અભાવે ઉદવાડામાં ટ્રાફિકનો કાયમી પ્રશ્ન હલ ન થતાં લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. પોલીસ વિભાગે આ પ્રશ્નને ગંભીરતાથી લઇ ઉકેલવા સ્થાનિકો માગ કરી રહ્યાં છે. ઉદવાડા આરએસ ઝંડાચોક ફાટક પર વાહનોની લાંબી કતારો જ જોવા મ‌ળે છે. ફાટક બંધ રહેતા હાઇવે સુધી વાહનોની લાંબી લાઇનો પહોંચી જાય છે.

પોલીસની હાજરી છતાં પણ ટ્રાફિક જામ રહે છે. ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ ટ્રાફિક કંટ્રોલ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે. બીજી તરફ બે ત્રણ વર્ષ થી ચાલતો મોતિવાડા બ્રિજ કામગીરી ચાલી રહી હોવાથી ઉદવાડા ફાટક પાસે ટ્રાફિક સતત વધી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની ટીમ સ્થળ નિરીક્ષણ કરે તેવી માગ ઉઠી રહી છે. રેંટલાવ ઝંડાચોક, સ્ટેશન, ભીલાડવાળા બેંકથી લઇ હનુમાનજીના મંદિર સુધી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...