એનાલિસીસ:જાગૃતિનો અભાવ: વાપી ટાઉન પશ્ચિમના 99 ટકા સામે પૂર્વ વિસ્તારમાં 3 ટકા રસીકરણ ઓછુ નોંધાયું

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા વિસ્તારમાં સરેરાશ 95 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો, VIAમાં રસી માટે હજુ પણ લાંબી કતારો

વલસાડ જિલ્લામાં વેક્સિનેશનમાં સૌથી આગળ વાપી તાલુકાનો સમાવેશ થાય છે. ખાસ કરીને વાપી શહેરમાં સરેરાશ 95 ટકા લોકોએ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોવાનો દાવો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાલિકા વિસ્તારની વાત કરીએ તો વાપી ટાઉન બજાર વિસ્તાર તથા ચલા વિસ્તારમાં (વોર્ડ નં.1,2,8) સરેરાશ 99 ટકા લોકોએ વેક્સિન લીધી છે.

જેની તુલનાએ ગીતા નગરમાં (વોર્ડ નં.7)ઓછા લોકોએ એટલે કે સરેરાશ 96 ટકા લોકોએ વેક્સિન લીધી છે. વાપી શહેર અને જીઆઇડીસીમાં પ્રથમ ડોઝનો 100 ટકા લક્ષ્યાંક નજીક આરોગ્ય વિભાગ પહોંચ્યુ છે, પરંતુ વાપી વીઆઇએ ઓડિટોરિયમમાં હજુ પણ વેક્સિન માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી પાલિકા વિસ્તારમાં રહેતા અન્ય રાજયના લોકો અહી વેક્સિન માટે આવી રહ્યાં છે.

વાપીના લોકોએ અન્ય સ્થળોએ રસી મુકાવી
18 પ્લસને વેક્સિનની મંજુરી વલસાડ જિલ્લાને મળી ન હતી, આ સમયે વાપીના કેટલાક શહેરીજનોએ સેલવાસ,દમણ અને અન્ય સ્થળોએ પણ વેક્સિન મુકાવી હતી. જયારે અન્ય વિસ્તારના લોકોએ વાપીમાં વેક્સિન મુકાવી છે.જેથી 100 ટકા વેક્સિનેશન માટે આંકડામાં વિસંગતતા ઊભી થશે એવું કહેવાય છે. વેક્સિનના કેમ્પોના કારણે વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક સ્થળોએ રાત્રી વેક્સિનેશન ચાલી રહ્યું છે.

વાપીમાં વોર્ડવાઇઝ વેક્સિનેશનની સ્થિતિ
વોર્ડલક્ષ્યાંકપૂર્ણટકાવારી

વિસ્તાર

1118801165098ચલા
2122131208299ચલા
31182611958101

કબ્રસ્તાન રોડ

49952981499

ગોદાલનગર

57647740597

ડુંગરી ફળિયા ડુંગરા

66418`648699

ઇમરાન નગર

78614828796

ગીતાનગર

883288534101

વાપી ટાઉન

9105331025397

ખડકલા,નાયકીવાડ

109445926098

સુલપડ ભડકમોરા

118734866499

હરિયાપાર્ક

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...