તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પિયર ગયેલી પત્નીએ પુત્રને મળવા ન દેતા કૃણાલે ફાંસો ખાઇ લીધો હતો

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાપીના યુવકે બીલીમોરામાં આપઘાત કરતા પિતાનો વલોપાત

વાપીના કુંભારવાડ ખાતે શ્રેયા બિલ્ડીંગમાં રહેતા ગજબભાઇ દાજીભાઇ સોલંકી ઉ.વ.66એ 22 માર્ચે બીલીમોરાના આંતલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, તેમનો મોટો દીકરો કૃણાલભાઇ ઉ.વ.37 ના લગ્ન વર્ષ 2017માં વિજલપોર મારૂતીનગર નવસારી ખાતે ગીરીશભાઇની દીકરી એકતાબેન સાથે થયા હતા. જે લગ્ન બાદ છોકરા સાથે ચારેક મહિના જ વાપી ઘરે રોકાઇ હતી.

તે દરમિયાન એક છોકરો આરવ થયો હતો. વહુના કહેવાથી કૃણાલએ બીલીમોરામાં મધર ડેરીની દુકાન ખોલી ત્યાં ભાડે પર મકાન રાખતા ત્યાં પણ માત્ર 6 દિવસ રહી પુત્ર કૃણાલને ટોર્ચર કરી બાળકને લઇ પિયરે નીકળી ગઇ હતી. અવારનવાર કૃણાલને ટોર્ચર કર્યા બાદ 28 ફેબ્રુઆરીએ વહુ એકતા તેના માતા-પિતા, ભાઇ-બહેન સાથે ટેમ્પો લઇને બીલીમોરા પુત્રના ઘરે આવી ઝઘડો કરી ત્યાંથી સામાન ભરીને નવસારી નીકળી ગઇ હતી.

તે બાદ તેના દીકરા આરવ સાથે વાત કરવા કે મળવા ન દેતા આઘાતમાં કૃણાલએ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધા હોવાનું પિતાએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું. વહુ એકતા અને તેની માતા મીનાબેન, પિતા ગિરીશભાઇ તથા સાળો મિહિર, સાળી વિરલના ટોર્ચરીંગના કારણે જ પુત્રએ 22 માર્ચે ફાંસો ખાધો હોવાની શંકા જણાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બારમાની વિધિમાં ટોળું લાવી ધમાલની ધમકી
મૃતક કૃણાલના પિતા ગજબભાઇએ વાપી ટાઉન પોલીસમાં લેખિતમાં અરજી આપી જણાવ્યું કે, દીકરાનું અંતિમ સંસ્કાર કર્યા બાદ શુક્રવાર 2 એપ્રિલના રોજ બારમાની વિધિ હોય તેની જાણ તેના સાસરિયા પક્ષને થતા ફોન કરી જણાવેલ કે, આ વિધિના દિવસે પિંડ કાપવાનું કામ તમારે કોઇએ કરવું નહી તે કૃણાલનો દીકરો જ કરશે. જો તમે જાતે એ વિધિ કરશો તો ટોળું લઇને આવી ધમાલ કરીશું. જેઓના ત્રાસથી દીકરાએ જીવ ગુમાવ્યો તેઓનું મો પણ જોવા ન માંગતા હોવાથી આ અંગે પોલીસને જાણ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો