ક્રાઇમ:વાપી સલવાવના જમીન દલાલ યુવકની દમણમાં કરપીણ હત્યા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષામાં ડાભેલ જતાં અજાણ્યા ઇસમોનો હુમલો

વાપી નજીકના સલવાવગામે રહેતો અને જમીન લે વેચની દલાલી કરતા યુવકની શુક્રવારે રાત્રીએ દમણના ડાભેલ વિસ્તારમાં કેટલાક અજાણ્યા ઇસમોએ ધારદાર હથિયારથી હુમલો કરીને હત્યા કરી હતી. મૃતક યુવક રીક્ષા ભાડે કરીને ડાભેલ વિસ્તારમાં આવેલી હોટલમાં જમવા માટે ગયો હતો ત્યારે રીક્ષા આતરીને તેમના ઉપર હુમલો કરાયો હતો. દમણ પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધીને ફરાર થયેલા આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. .

વાપી નજીકના સલવાવ ગામે બાપા સીતારામ મંદિર માર્ગ ઉપર આવેલા માહ્યાવંશી ફળિયામાં રહેતા 40 વર્ષીય વિનોદ બાવજીભાઇ માહ્યાવંશી જમીન લે વેચની દલાલીનું કામ કરતો હતો. શુક્રવારે રાત્રે તે રીક્ષા ભાડે કરીને દમણના ડાભેલ સ્થિત કોઇ હોટલમાં જમવા માટે ગયો હતો. રાત્રીના સુમારે તેઓ રીક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે ડાભેલના આટિયાવાડ સ્થિત વોટર સપ્લાય માર્ગ ઉપર અજાણ્યા ઇસમોએ રીક્ષાને આતરીને કોઇપણ જાતની બોલાચાલી કર્યા વિના જ ધારદાર હથિયારથી વિનોદ માહ્યાવંશી ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં રીક્ષા ચાલક રાજેન્દ્ર ઉર્ફે રાજુ રામશરણ તિવારી ઉપર હુમલાખોરો કોઇપણ જાતનો હુમલો કર્યો ન હતો. બના વ અંગે દમણ પોલીસને જાણ થતા સ્થળ ઉપર પહોંચીને ઇજાગ્રસ્ત વિનોદ માહ્યાવંશીને મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ હતી. જોકે, માથાના ભાગે ગંભીર ઇજા થવાના પગલે તેમનું મોત થયું હતું. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે બનાવનો એક માત્ર સાક્ષી રીક્ષા ચાલક રાજેન્દ્ર તિવારીની ફરિયાદ લઇ દમણ પોલીસે અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમીન લે વેચની અદાવતમાં હુમલાની શંકા
મૃતક વધારે ભણેલો ન હતો અને એમની સાથે પાર્ટનર બનતા જમીન દલાલ મળીને એમના નામે કોઈ બીજાની જમીન ગેરકાયદે કરી નાંખતા હતા. પેસાની લાલચ આપીને ફસાવીને બીજા લોકોને જમીન વેચીને વિનોદ માહ્યાવંશી જેવા અભણ લોકોને ફસાવતા હોવાનું જાણવા મળે છે. જમીન દલાલીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા થઇ હોવાનું ચર્ચાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...