રોષ:અકસ્માતમાં ઇજાગ્રસ્ત કરણી સેનાના પ્રમુખનું મોત

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડામાં કાર પલટી જતા અગાઉ દમણ પ્રમુખે જીવ ગુમાવ્યો હતો

જિલ્લાના રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ આલોક સિંહ, દમણ-સિલવાસા પ્રમુખ કનકસિંહ જાડેજા અન્ય કરણી સૈનિકો સાથે 11 જુલાઇના રોજ પારડીમાં રહેતા જિલ્લા ઉપપ્રમુખ બદરી સિંહને અકસ્માત નડતા તેમને જોવા માટે રાત્રિએ વલસાડ કસ્તૂરબા હોસ્પિટલ જવા નીકળ્યા હતા.

તે દરમિયાન બલીઠા જકાતનાકા ઓરબ્રીજ ઉપર પહોંચતા ટર્નિંગમાં પડેલા ખાડામાં કાર ખાબકતા ગાડી ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી મારીને સામેની સાઇડમાં જતી રહી હતી. આ અકસ્માતમાં દમણ પ્રમુખ કનકસિંહ જાડેજાને માથામાં ઇજા થતા સ્થળ ઉપર તેમનું મોત થયું હતું. જ્યારે જિલ્લા પ્રમુખ આલોક સિંહ ગંભીર હાલતમાં સારવાર માટે રેઇમ્બો હોસ્પિટલમાં ખસેડાયા હતા. આલોક સિંહ અકસ્માત બાદથી હોસ્પિટલમાં કોમામાં હતા અને 16 દિવસ બાદ બુધવારે સવારે તેમનું મોત થઇ જતા હાઇવે ઓથોરિટી સામે કરણી સેનામાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...