અકસ્માત:કરમબેલીના પેટ્રોલ પંપ કર્મીનું વાપી ખાતે અકસ્માતમાં મોત

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી

વાપી જીઆઇડીસીમાં અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લેતા તેનું મોત થયું હતું. પોલીસે એડી નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધરમપુરમાં એચ.પી.પેટ્રોલપંપ ઉપર નોકરી કરતા નિલેષ દેવરામ રાઉત તેના વતન વાંસદા તાલુકામાં ગામની બાજુમાં રહેતા અને હાલ કરમબેલી રાધે પેટ્રોલપંપ ઉપર કામ કરતા પ્રભુભાઇ છગનભાઇ પવાર ઉ.વ.35 સાથે સોમવારે ધરમપુરથી કરમબેલી પેટ્રોલ પંપ ઉપર જવા અલગ અલગ બાઇક લઇને નીકળ્યા હતા.

વાપી દમણગંગા નદી નજીક પહોંચતા આગળ ખૂબ જ ટ્રાફિક હોય જોવા જતા પ્રભુભાઇને કોઇ ચાલક ટક્કર મારી ફરાર થયા હોવાની જાણ થઇ હતી. જેથી લોહીલુહાણ હાલતમાં તેને વાપી સરકારી હોસ્પિટલમાં લઇ જતા તબીબે પ્રભુને મૃત જાહેર કર્યો હતો. જે અંગે વાપી જીઆઇડીસી પોલીસમાં અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...