તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:કપરાડાના શિક્ષકે રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડનમાં 4 એકરમાં 10 હજારથી વધારે ઔષધિય વનસ્પતિઓનો ઉછેર કર્યો

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપરાડાના શિક્ષકે દક્ષિણ ગુજરાતની 250થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઔષધ બાગ- બગીચાઓ બનાવ્યાં બાદ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેટલાક બગીચાઓ તૈયાર કરતાં દિલ્લી રાષ્ટ્રપતિ ભવનમાં ઔષધિ બગીચો બનાવવાની તક મળી હતી. તેમણે દેશના અલગ-અલગ પ્રાંતમાંથી વનસ્પતિઓ મંગાવી 4 એકરમાં 10 હજાર રોપાઓ રોપી રાષ્ટ્રપતિ ભવનમાં ઔષધિય ગાર્ડન બનાવ્યો છે. થોડા દિવસોમાં આ ગાર્ડનનું લોકાર્પણ થશે. કપરાડાના મોટાપોંઢા ખાતે રહેતા અને હાલ દમણ સરકારી કોલેજમાં આસિટન્ટ પ્રો.તરીકે સંદીપભાઇ લક્ષ્મણભાઇ પટેલ નોકરીની સાથે સાથે વનસ્પતિ સંરક્ષણ માટે કામ કરે છે. સૌ પ્રથમ મોટાપોંઢા ખાતે 300 ઔષધિય છોડ ધરાવતા વનસ્પતિ ઉદ્યાનનું નિર્માણ કર્યુ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ગાર્ડન વિકસીત કર્યા બાદ દિલ્લીમાં જવાની તક મળી
કપરાડાના શિક્ષકને પતંગિયાને આકર્ષતા બટર ફલાય પાર્કમાં પણ સિધ્ધી હાંસલ છે. કેવડિયા ખાતે આવેલાં બટરફલાય પાર્કની વનસ્પતિઓ ઉગાડવામાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે. આ વિશેષ કામગીરીના કારણે તેમને દિલ્લી રાષ્ટ્રપતિ ભવન સુધી ઔષધિય ગાર્ડન માટે સીધી તક નળી હતી. ઔષધિય વનસ્પતિઓ તથા બાગ-બગીચા બનાવવા સુંદર વનસ્પતિઓ વિશે પણ માહિતી હોવાથી ગુજરાતના અને મોટા બગીચાઓના નિર્માણમાં તેમણે ફાળો આપ્યો છે.ઘર આંગણે કપરાડાના 120 ખેત મજૂરોને બાગ બનાવતાં શીખવાડી આજે સારી રોજગારી મેળવવા સક્ષમ બનાવ્યાં છે.

40 ઔષધિય વનસ્પતિથી ગાર્ડન તૈયાર કર્યો
કપરાડાના સંદીપ પટેલ મોટા શહેરોમાં ઔષધિય ગાર્ડનો તૈયાર કરે છે. કેવડિયાની પણ અદ્યત્તન ગાર્ડન તૈયાર કર્યુ છે. દિલ્લી રાષ્ટ્રપતિ ભવન ખાતે તૈયાર કરેલા ઔષધિય ગાર્ડનમાં 40 પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ થાય છે. જે દેશના વિવિધ વિસ્તારોમાંથી લાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...