તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Vapi
 • Kaprada MLA Splits From Congress, Tweaks BJP In Danah District Panchayat Elections Daman District Panchayat President Sukha Patel Was Arrested In A Controversial Double Mother Case

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદે 2020 રાજકીય ઉથલ પાથલ-ચૂંટણી:કપરાડા MLAએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો, દાનહ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો દમણ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલની ચકચારીત ડબલ મડર કેસમાં ધરપકડ થઇ હતી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપરાડા બેઠકની પેટા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી વિજેતા
કપરાડા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીનો 47,066 મતોએ વિજય થયો હતો. આ જીત સાથે જિલ્લાની પાંચેય વિદ્યાનસભામાં ભાજપનો કબજો થયો હતો. જો કે જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં બાદ જંગી મતોથી જીત મેળ‌તાં આદિવાસી પટ્ટામાં ભાજપની સ્થિતિ મજબુત થઇ હતી. કોંગ્રેસ પક્ષમાંથી સતત પાંચ ટમ સુધી ચૂંટાયા બાદ આખરે 35 વર્ષ પછી કોંગ્રેસ સાથે છેડો ફાડીને જીતુ ચૌધરીએ ભાજપની કંઠી બાંધતા રાજકારણમાં સૌથી મોટી ઘટના વર્ષ 2020 બની હતી.

જીતુ ચૌધરી
જીતુ ચૌધરી

દાનહ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં JDU સમર્થિતસભ્યો ભાજપને હરાવી
ગત નવેમ્બરમાં દિવાળી પૂર્વે સંઘપ્રદેશ દાનહ અને દમણ જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી થઇ હતી. દમણમાં પાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી હતી. તો બીજી તરફ દાનહના સાંસદ મોહન ડેલકર સમર્થિત જેડીયુની ટીમે દાનહ જિલ્લા પંચાયતની 20 બેઠકમાંથી 17 બેઠક ઉપર કબજો જમાવીને ભાજપને એક મોટો ઝટકો આપી અપસેટ સર્જયો હતો. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીના બદલે સાંસદ ડેલકરે JDU સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી.

પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ પંજાબના માહોલીથી માર્ચ મહિનામાં ઝડપાયો હતો
દમણના ડાભેલમાં બે વર્ષ અગાઉ ભીમપોરના બે યુવકની શાર્પ શુટર દ્વારા ગોળી મારીને હત્યા કરવાના કેસમાં માસ્તર માઇન્ડ તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા ઉર્ફે સુરેશ પટેલનું નામ ખુલ્યું હતું. જોકે, ચાર માસ અગાઉ દમણ પોલીસ સુખા પટેલની ધરપકડ કરે એ પૂર્વે તે ફરાર થઇ ગયો હતો. માર્ચ માસમાં દમણ પોલીસ આરોપી સુખા પટેલ અને અન્ય સાગરિત સાજીદ અલી ઉર્ફે સલીમ ચૌધરી પંજાબના મોહાલીમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે દમણના પીએસઆઇ લીલાધર મકવાણાની ટીમ મોહાલી પહોંચી હતી. ડબલ મર્ડરના આરોપી ઓડી કારમાં જઇ રહ્યા હતાં. પોલીસે કારને આંતરીને આરોપીને નીચે ઉતરી સરડન્ડર કરવા માટે આદેશ કર્યા હતા. દમણ પોલીસે પીછેહટ કર્યા વિના આરોપી સુખા ઉર્ફે સુરેશ પટેલ અને અન્ય સાગરિત સાજીદ અલી ઉર્ફે સલીમ ચૌધરીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો