ગુલ્લીબાજ કર્મચારીઓ:કપરાડા તાલુકાની સરકારી કચેરીઓ ભગવાન ભરોસે, અહીં બપોર સુધી બાબુઓ ફરકતા નથી

વાપીએક મહિનો પહેલાલેખક: કેતન ભટ્ટ
  • કૉપી લિંક
કપરાડાની મામલતદાર કચેરી 11-20એ ખુરશી ખાલી જોવા મળી - Divya Bhaskar
કપરાડાની મામલતદાર કચેરી 11-20એ ખુરશી ખાલી જોવા મળી
  • 40 કિ.મી.દૂરથી આવતા અરજદારોને આંટાફેરા, શુક્રવારે સવારે મામલતદાર, તા.પં.ની કચેરીઓમાં ટેબલો ખાલી જોવા મળ્યાં

ગુજરાતના અંતરિયાળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરકારી કચેરીઓ,શાળાઓમાં કર્મચારીઓ મોડા આવવાનો પ્રશ્ન વાર-વાર ઉઠે છે, ત્યારે શુક્રવારે સવારે દિવ્ય ભાસ્કરની ટીમે કપરાડા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિત સંબંધિત વિભાગોના સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યુ હતું.

કપરાડાની તા.પં. કચેરીમાં સવારે 11ઃ40 કલાકે આ હાલત
કપરાડાની તા.પં. કચેરીમાં સવારે 11ઃ40 કલાકે આ હાલત

કચેરીના મુખ્ય અધિકારીઓ વલસાડ ખાતે પ્રભારી મંત્રીની બેઠકમાં ગયા હતા,પરંતુ બંને કચેરીઓમાં મોટા ભાગના ટેબલો પર ખુરશી ખાલી જોવા મળી હતી.કચેરી બહાર અરજદારો કામ માટે રીતસરના લાઇનમાં ઊભા જોવા મળ્યા હતાં.સરકારી કચેરીમાં કર્મચારીઓએ 10.30 કલાકે હાજર થવાનું હોય છે,શુક્રવારે 11.30 કલાક સુધી ટેબલો પર કોઇ કર્મચારીઓ જોવા મળ્યા ન હતાં.

ઉપરોકત કચેરીઓની બહાર બાબુઓની રાહ જોતા અંતરિયાલ ગામના અરજદારો
ઉપરોકત કચેરીઓની બહાર બાબુઓની રાહ જોતા અંતરિયાલ ગામના અરજદારો

રિયાલીટી ચેક - સરકારના પરિપત્ર મુજબ સવારે 10.30 કલાકે કચેરીમાં હાજર રહેવાનું , અરજદારો કહે છે, બપોરે 12 વાગ્યા સુધી ઠેકાણા હોતા નથી

રોજ જ કર્મચારીઓ મોડા આવે છે
કપરાડાની સરકારી કચેરીમાં અમે દુર-દુર વિસ્તારમાંથી રેવન્યુના કામ માટે આવીએ છીએ. પરંતુ રોજ કર્મચારીઓ મોડા આવી રહ્યાં છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ નિરીક્ષણ કરે તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના અરજદારો દૂર દૂર થી આવે છે. જેના કારણે અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. > ચમારભાઇ કાળઘા, ભંડારકચ્છ, કપરાડા

આંટા ફેરા મારવા છતાં કામ ન થયું
કપરાડા મામલતદાર કચેરીમાં આંટા ફેરા કરી રહ્યાં છે, ત્રીજી વખત આવવા છતાં અમારી કામ થયું નથી. કર્મચારીઓ સવારે મોડા આવે છે. > જયંતિભાઇ,અરજદાર, કપરાડા

પ્રભારી મંત્રીની બેઠકમાં હોવાથી બહાર હતો
શુક્રવારે સવારે પ્રભારી મંત્રીની બેઠક હોવાથી વલસાડની બેઠકમાં હતો, કચેરીમાં અન્ય વિભાગના કર્મચારીઓ સમયસર આવે તે માટે તાકીદ કરાશે. અરજદારોનું સમયસર કામ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. > જી.એસ. ચૌધરી, કપરાડા મામલતદાર

તપાસ કરવામાં આવશે
હુ આજે પ્રભારી મંત્રીની બેઠક હતો,અન્ય વિભાગોના કર્મચારીઓ મોડા આવવા મામલે તપાસ કરવામાં આવશે. એક કર્મચારી બિમાર હોવાથી રજા પર છે. છતાં પણ તપાસ કરાવી લવ છું. સમયસર કર્મચારીઓ હવે આવશે. > સંદીપ ગાયકવાડ,ટીડીઓ કપરાડા

અન્ય સમાચારો પણ છે...