તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી જીઆઇડીસીની પેપરમિલોમાં અગાઉના વર્ષોમાં અતિશય અકસ્માતો થતાં હતાં. ફેટલોની સંખ્યા વધતાં પેપરમિલોએ બે વખત સેફટી ઓડિટ કરાવતાં અકસ્માતોનું પ્રમાણ એકદમ ઘટી ગયુ છે. આ પ્રયોગને પુન: સફળ બનાવવા વીઆઇએ દ્વારા સેફટી ઓડિટ કરાવાનો નિર્ણય કર્યો છે. માર્ચના પ્રથમ અઠવાડિયાથી વાપીના કેમિકલ સહિત નાના ઉદ્યોગોમાં સેફટી ઓડિટનો પ્રાંરભ થશે.વાપીના નાના ઉદ્યોગોમાં અકસ્માતો ઘટાડવા વીઆઇએ દ્વારા સેફટી ઓડિટ માટે કન્સલટન્ટો કામગીરી આપવાની તૈયારી કરવામાં આવી છે.
ઇલેકટ્રિક,કેમિકલ અને મેકેનિકલ સેફટીની ચકાસણી બાદ જરૂરી સુધારા વધારા કરવામાં આવશે. સતત 6 માસ સુધી આ ડ્રાઇવ ચાલુ રાખવાનો નિર્ણય વીઆઇએ દ્વારા કરવામાં આવ્યો છે. વાપીના કેમિકલ અને નાના ઉદ્યોગોમાં અકસ્માતોની સંખ્યા ઘટે તેવા ઉદેશ્ય સાથે માર્ચના પ્રથમ અઠવાડિયામાં સેફટી ઓડિટનો પ્રાંરભ થશે. ટેકનિકલ અને લિગલ ઓડિટ કરવામાં આવશે. અગાઉ પેપરોમિલોમાં સૌથી વધારે અકસ્માતો થઇ રહ્યાં હતાં.
પેપરમિલોમાં બે વખત સેફટી ઓડિટ કરવામાં આવતાં અકસ્માતનો સંખ્યા એકદમ ઓછી થઇ ગઇ હતી. આ પ્રોજેકટ ફરી કરવા વીઆઇએ ઓફિસ બેરરની ટીમે સેફટી ઓડિટ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે હવે સેફટી ઓડિટથી ઉદ્યોગોમાં અકસ્માતો ઘટે છે કે કેમ તેના પર સૌની મીટ રહેશે.
નાના ઉદ્યોગો અને વીઆઇએ ખર્ચ ઉપાડશે
સેફટી ઓડિટનો ખર્ચ વીઆઇએ તથા નાનાઉદ્યોગો મળીનેકરશે. કુલખર્ચ અંગે ત્રણ એજન્સી પાસે ભાવ મંગાવ્યાં છે, પરંતુ લાંબા ગાળા સુધી અકસ્માતો ન થાય તે મુજબ આયોજનકરવામાઆવ્યુછે.- પ્રકાશભદ્રા,પ્રમુખ,વીઆઇએ,વાપી
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.