તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાદરા સ્થિત ફિલા ટેક્સ કંપનીમાં આઇટીના દરોડા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ પ્લાન્ટમાં ગોટાળો જણાતાં કાર્યવાહી

દાનહના દાદરામાં દેમણી રોડ ઉપર આવેલ ફિલા ટેક્સ કંપનીમાં બુધવારે સવારે ઇન્કમ ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી મુજબ કંપનીમાં છેલ્લા એક માસથી ચાલી રહેલ સર્વેમાં મળેલા ગોટાળાના આધારે આ દરોડા પડાયો હતો.

દાનહના દાદરા સ્થિત ફિલા ટેક્સ કંપની છેલ્લા ઘણાં વર્ષોથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને કંપની થોડા વર્ષ પહેલા દાનહમાં કામ બંધ કરી ગુજરાતના દહેજ જીઆઇડીસીમાં સ્થળાંતર થઇ છે. થોડા દિવસ અગાઉ આઇટી વિભાગે દહેજ સ્થિત ફિલા ટેક્સ કંપનીમાં સર્વે કરતા ત્યાંથી મળેલા ગોટાળાના આધારે બુધવારે સવારે દાદરાની ફિલા ટેક્સ કંપનીમાં ગુજરાત પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યો હતો.

કામગીરી દરમિયાન કંપનીમાં હાજર તમામ કર્મીઓનો ફોન બંધ કરી દેવાયો હતો. જેથી કંપનીના કર્મચારીઓથી સંપર્ક સાધી શકાયો ન હતો. લખાય છે ત્યાં સુધી કપંનીમાં તથા સબંધીત ઓફિસોમાં સર્ચ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...