તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દાદરાની યાર્ન કંપનીમાં ITની રેઇડમાં કરોડોના આર્થિક વ્યવહાર પકડાયા

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલાટેક્સની દિલ્લી- દહેજની ઓફિસમાં બોગસ ખરીદી
  • બિનહિસાબી જવેલરી તથા 11 લોકર સીલ કરાયા

સેલવાસના દાદરામાં સિન્થેટીક યાર્ન તથા પાલીએસ્ટર ચીપનું ઉત્પાદન કરતી કંપનીમાં વાપી આઇટીની ટીમે દરોડા પાડયા હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો પકડાયા છે. દાદરાની કંપનીની દિલ્લી અને દહેજ ઓફિસમાં પણ રેઇડ દરમિયાન કરોડોની કથિત બોગસ ખરીદી ઝડપાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વાપી આઇટી વિભાગની ટીમે સેલવાસ નજીક આવેલાં દાદરા ફિલાટેક્સ ઇન્ડિયા લિ.માં મોટાપાયે બોગસ નાણાંકીય વ્યવહારો થઇ રહ્યાં હોવાની માહિતીના આધારે કપંનીની દિલ્લી કોર્પેરેટ ઓફિસ સહિત દહેજ ખાતેના પ્લાન્ટ પર સાગમટે દરોડા પાડયા હતા. રેઇડ દરમિયાન આઇટીની ટીમને બિનહિસાબી વ્યવહારો અંગેના વાંધાજનક દસ્તાવેજો અને ડિઝિટિલ પુરાવાઓ મળી આવ્યા હતાં. કંપની દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં બોગસ અનસિક્યોડ લોન ,કાગળ પર જ સંસ્થાઓ દર્શાવી કરોડોના બિનહિસાબી વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યુ હતું. રોકડ અને આંગડિયા બોગસ ખરીદી કરી હોવાના પુરાવા મળી આવ્યાં છે.

આઇટી ટીમને સર્ચદરમિયાન બિનહિસાબી જવેલરી તથા 11 લોકર સીલ કરવામાં આવ્યાં હતાં. ફિલાટેક્સ કંપનીની દહેજ ખાતે આવેલી બ્રાંચમાં ગોબાચારી જણાતા આઈટીની ટીમ દાદરા ખાતે આવેલી કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા કંપનીના અધિકારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. સર્ચ દરમિયાન તમામનો મોબાઈલ ટીમ દ્વારા બંધ કરાવી દેતા જે તે સમયે કંપની સંચાલકોથી સંપર્ક કરી શકાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...