તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વાપી ગુંજનમાં ATM તોડી રહેલા ઇસમો પોલીસને જોઇ ફરાર થઇ ગયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ અડધું મશીન તોડી નાંખ્યું હતું, CCTV ફૂટેજથી તપાસ હાથ ધરી

વાપીના ગુંજન સ્થિત એચડીએફસી બેંકના એટીએમ કેબિનમાં પ્રવેશી મશીન તોડી રહેલા ઇસમો નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસની ટીમને જોઇ ફરાર થઇ ગયા હતા. પોલીસે અંદર લગાવેલા સીસીટીવીના ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વાપી જીઆઇડીસી પોલીસના પીઆઇ વી.જી.ભરવાડ સોમવારે નાઇટ પેટ્રોલીંગમાં ગુંજન વિસ્તારમાં તેમની ટીમ સાથે ફરી રહ્યા હતા. તે દરમિયાન ગુંજન ચોકી આગળ રામુસ કોર્નરની બાજુમાંથી પસાર થતી વખતે એચડીએફસી બેંકના એટીએમ કેબિનમાં તેઓને અમુક ઇસમો શંકાસ્પદ હાલતમાં દેખાયા હતા. જેથી આગળથી પોલીસ વાહનને ટર્ન મારી પરત આવતા અંદરથી તમામ ઇસમો ગાયબ હતા. પોલીસે કેબિનમાં જઇ તપાસ કરતા મશીન તૂટેલી હાલતમાં દેખાઇ આવી હતી. જેથી આજુબાજુના વિસ્તારમાં મશીન તોડનારા ઇસમોની શોધખોળ હાથ ધરાઇ હતી. પરંતુ અંધારાનો લાભ લઇ તમામ નાસવામાં સફળ થયા હતા. આ ઇસમોની ઓળખ માટે પોલીસે કેબિનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

એટીએમ મશીન તોડવા આવેલા ઇસમો ત્રણથી વધુ હોવાની માહિતી મળી રહી છે. જ્યારે તમામ ઇસમો એક રિક્ષામાં આવ્યા હતાં. અને પોલીસને દૂરથી જોઇ તે જ રિક્ષામાં ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...