તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પોલીસને નોકરી ખાઇ જવાની ધમકી આપનાર ઇસમની ધરપકડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેકાર યુવક રોંગ સાઇડથી બાઇક પર આવતો હતો

વાપી ટાઉન પોલીસની ટીમ શનિવારે બપોરે ચલા ગોલ્ડ કોઇન સર્કલ ઉપર વાહન ચેકિંગમાં ફરજ ઉપર હાજર હતાં. તે દરમિયાન રોંગ સાઇટથી આવતા બાઇક ચાલકને અટકાવતા તેણે પોલીસને નોકરી ખાઇ જવાની ધમકી આપતા કાયદેસરનો ગુનો નોંધાયો હતો.

વાપી ટાઉન પોલીસના એએસઆઇ દેવેન્દ્ર બાલકૃષ્ણ સ્ટાફ સાથે શનિવારે બપોરે ચલા ગોલ્ડ કોઇન સર્કલ ઉપર વાહન ચેકિંગમાં આવ્યા હતાં. તે સમયે યામાહા ફસીનો મોપેડ નં. GJ 21 BG 1266નો ચાલક રોંગ સાઇટથી આવતા તેને અટકાવી વાહનના દસ્તોવેજી પેપરની ચકાસણી કર્યા બાદ રોંગ સાઇટથી આવવા બદલ ગાડી ડિટેઇન કરી મેમો આપીને સાઇન કરવાનું કહેતા ઇસમે તે માટે ના પાડી પોલીસ લોકોને ખોટી રીતે હેરાન કરે છે.

તેમ ઊંચા અવાજે બોલીને હું કોણ છું તમે મને ઓળખતા નથી કહી હુ કાયદાનો જાણકાર છું અને તમારી નોકરી ખાય જઇશ કહીને ફરજમાં રૂકાવટ કરવા બદલ આરોપી ચાલક બાસીત અજીઝ ખલીફા ધંધો બેકાર રહે સરદાર માર્કેટ વાપી સામે કાયદેસરનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...