ચલા વિસ્તારમાં સોસાયટીના બંધ મકાન તેમજ પાર્ક કરેલ વાહનો ઉપર ચાંપતી નજર રાખતા શંકાસ્પદ ઇસમ સામે પોલીસે અટકાયતી પગલા લઇ પૂછપરછ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસની ટીમ શનિવારે ચલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી.
તે સમયે ફરતા ફરતા ચલા મુક્તાનંદ માર્ગ ઉપર પહોંચતા આરોપી વિવેક રામદેવસીંગ ઉ.વ.21 ધંધો શાકભાજી રહે.નામધા ખડકલા અંકિત રેસીડેન્સી ફ્લેટ નં.205 નો સોસાયટીમાં શકમંદ હાલતમાં બંધ મકાનના તાળાઓ ઉપર તથા પાર્ક કરેલી મોટરસાઇકલ ઉપર તેમજ ગાડીઓ ઉપર ચાંપતી નજર રાખતો હોય કોઇ ગુનો કરવાના ઇરાદે શકમંદ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ ઇસમ સામે સીઆરપીસી કલમ 41(2) મુજબ અટકાયતી પગલા લઇ તે આ વિસ્તારમાં શું કામ આવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.