ચોરી:બગવાડા રેલ્વે બ્રિજના લોખંડ ચોરનારા 2 ઝડપાયા

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 800 કિલો સળિયા છીરીથીકબજે કરી

એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે છીરી ગાલા મસાલાથી બે ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી 800 કિલો લોખંડના સળિયા કબજે લઇ પૂછપરછમાં આ સળિયા તેમણે બગવાડા રેલવે ઓવરબ્રિજના લોંખડની ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના તથા એલસીબી પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શન મુજબ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આહેકો અજય અમલાભાઇને મળેલી બાતમીના આધારે આરોપી ઇશહાક ઉર્ફે કલ્લુ સમશુલ્લા રહેમાની રહે.છીરી ગાલામસાલા રજાગલી મીત્સુ કંપનીના ગાટ પાસે આવેલ રાજુના ગોડાઉનમાં અને આરોપી સાહીદ ઉર્ફે ગુટલ સુબરાતી શેખ રહે.હાલ સલવાવ કટારીયા શો રૂમની બાજુમાં શોભાશેઠની ચાલીમાં તથા મુંબઇ મજગાંવ મુળ બંને રહે.યુપી ને છીરી ગાલામસાલાથી પકડી તેઓ પાસેથી લોખંડના કટીંગ કરેલ સળિયા વજન 800 કિલોગ્રામ કિં.રૂ.40,000 તથા બે મોબાઇલ કિં.રૂ.10,000 મળી કુલ રૂ.50,000નો મુદ્દામાલ કબજે લઇ પૂછપરછ કરતા બગવાડા ટોલનાકા પાસે બનતો રેલ્વે ઓવરબ્રિજના લોખંડની ચોરી કર્યા હોવાની તેમણે કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...