ન્યુ ડેસ્ટિનેશન:વાપી GIDCમાં સ્કવેર મી.ના 4790 રૂપિયાની સામે ભરૂચમાં અડધા ભાવે જ જમીન મળતાં સ્થાનિક 30 એકમોનું રોકાણ

વાપી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપીમાં ઇસી ઝડપથી ન મળતાં અને ડિસ્ચાર્જની મંજૂરીના અભાવે દહેજ-સાયખા તરફ ઉદ્યોગો વળ્યા
 • GIDCના અનેક વર્તમાન એકમોએ​​​​​​​ અન્ય એકમો ભરૂચ જિલ્લામાં કાર્યરત કર્યા, વાપીમાં એક્સપાન્શની મંજૂરીથી ઉદ્યોગકારોએ સ્થળ બદલ્યું

ઔદ્યોગિક આર્થિક વિકાસ નગરી ગણાતાં વાપીમાં સૌથી મોટી જીઆઇડીસીમાં જગ્યા મળવી મુશ્કેલ છે. આ સાથે એક્સપાન્શનની મંજુરી ન મળતાં વાપીના ઉદ્યોગકારોએ નવા એકમો માટે ભરૂચ જિલ્લાની પસંદગી કરી રહ્યા છે. વાપી જીઆઇડીસીમાં જમીન માટે (પ્લોટ) સ્કવેર મીટરનો ભાવ 4790 છે.જેની સામે ભરૂચ જિલ્લામાં અડધો ભાવ છે. વાપીના 30 જેટલા ઉદ્યોગકારોએ અન્ય યુનિટો અને પ્લોટ માટે દહેજ,સાયખામાં રોકાણ કર્યુ છે. વાપીના કેટલાક એકમોએ દહેજમાં મોટા પ્લોટોમાં પ્લાન્ટ કાર્યરત કર્યો છે. વાપી ક્રિટકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર આવ્યાં બાદ પણ ઉદ્યોગોના એક્પાન્શન કામ ખોરંભે છે.

CETPનો વર્તમાન પ્લાન્ટ 55 MLDનો છે. જેને 70 એમએલડી કરવામાં હજી સફળતા મળી નથી. આ ઉપરાંત ઇસી(એન્વાયરમેન્ટ ક્લીયરન્સ) માટે પણ ઉદ્યોગકારોએ હાલાકી પડે છે, ત્યારે વાપીના ઉદ્યોગકારોએ નવા એકમો શરૂ કરવા તથા બીજા યુનિટો નાખવા ભરૂચ જિલ્લાની વધુ પસંદગી કરી રહ્યાં છે.

રાજય સરકારની નવી પોલીસી મુજબ 2021માં ભરૂચના દહેજ અને સાયખા જીઆઇડીસીમાં મોટા ઉદ્યોગોને પ્લોટની ફાળવણી કરી રહી છે. ભરૂચના દહેજ અને સાયખામાં વાપી કરતા જમીનના ભાવ ઓછા છે. વાપીમાં એકપાન્શન સહિતના પ્રશ્નોથી ઉદ્યોગકારો ભરૂચને મહત્વ આપી રહ્યાં છે. વાપીના 30 જેટલા એકમો દહેજ અને સાયખામાં રોકાણ કરી એકમોના પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરીમાં જોતરાયા છે.

ભરૂચની પસંદગીના આ કારણો

 • વાપી જીઆઇડીસીમાં મોટા પ્લોટોની જગ્યા નથી. ભરૂચના દહેજ,સાયખા,વિલાયતમાં મોટા પ્લોટોની ફાળવણી કરી રહી છે.
 • દહેજથી દરિયા કિનારો હોવાથી કન્ટેનરોની અવર-જવર માટે સરળતા રહેતી હોય છે.
 • કેમિકલ ક્લસ્ટર, ગોલ્ડન કોરીડરો પર આવેલા ભરૂચના ઉદ્યોગો, પેટ્રોકેમિકલ હબ, એગ્રો, ડાઇઝ ઇન્ટર મિડિયેટ અને પીગ્મેન્ટ સહીત રસાયણ માટે જાણીતા છે. જેઓ કાચો માલ ચીન સહીત અન્ય વિદેશી કંપની પર નિર્ભર હતા જેને લઇ એક્ષ્પોર્ટ વધુ થઇ રહ્યું છે.
 • પીએમની જાહેરાત બાદ સ્થાનિક ઉદ્યોગોએ પણ હવે રો-મટીરીયલ બનાવવા માટેની જરૂરી રિસર્ચ શરૂ કરી દીધી છે. 2021-22માં આત્મનિર્ભર અંતર્ગત દહેજ- સાયખામાં સૌથી વધુ નેશનલ- મલ્ટી નેશનલ કંપની આવી રહી છે.
 • હાલ આત્મનિર્ભર ભારત અંતર્ગત દહેજ અને સાયખા જીઆઇડીસીમાં ઉદ્યોગોની માંગ વધી છે. 2021 આ વિસ્તારમાં પ્લોટનું એલોટમેન્ટનું કામ ચાલુ છે રો-મટીરીયલ ઉત્પાદન ક્ષેત્રે વેગ મળશે.
 • સરકારે જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે.
 • કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં પથરાયેલું છે.
 • નવી GIDC વસાહતોથી MSME સેક્ટરને 500થી 2000 ચોરસ મિટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10 હજારથી 50 હજાર ચોરસ મિટરના 337 પ્લોટ ઉપલબ્ધ થઇ રહ્યાં છે.

જમીનમાં 80% ફાયદો થાય છે
દહેજ અને સાયખાનું ઇસી આવેલું છે,વાપીમાં ઇસી નથી આવ્યુ, એટલે દરેક કંપનીએ જાતે પ્રક્રિયા કરવાની થાય છે. નવું ડેવલોપમેન્ટ છે. જમીનમાં 80 ટકા તથા ઇસીમાં 25 ટકાથી વધુ ફાયદો થતો હોય છે. કેમિકલ પ્લાન્ટ નાખવા માટે સરળતાં રહે છે.> સુધીરભાઇ દેસાઇ, ઇન્ડસ્ટ્રિયલ એન્ડ રિયલ એસ્ટેટ કન્સલટન્ટ

​​​​​​​વાપીમાં હવે જગ્યા જ નથી
સૌ પ્રથમ વાપી જીઆઇડીસીમાં 90 ટકા પ્લોટો પર એકમો કાર્યરત છે. બાકી પ્લોટ કે ટ્રાન્સફર માટે હરાજીની પ્રક્રિયા થતી હોય છે. હવે અમે નવસારી તરફ સરકારે મંજુરી આપી છે. જેથી અહિ નવુ ડેવલોપમેન્ટ થનાર છે.> આર.એમ.પરમાર, રિઝનલ મેનેજર,વાપી જીઆઇડીસી

​​​​​​​ઉદ્યોગ પોલીસીથી વધુ પસંદગી
વાપીમાં હવે જગ્યાનો અભાવ છે. એકપાન્શનની મંજુરી મળતી નથી. જેની સામે ભરૂચના દહેજ,સાયખામાં ઇન્ફ્રાટકચર છે. સરકારની 2021ની ઉદ્યોગપોલીસીના કારણે ભરૂચની પસંદગી વધુ પસંદગી થઇ રહી છે. વાપીથી 30 વધુ ઉદ્યોગકારોએ ભરૂચ જિલ્લામાં એકમો કાર્યરત કર્યા છે અથવા શરૂ થવા જઇ રહ્યાં છે.> શરદ ઠાકર,માજી પ્રમુખ,વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી

હવે ભરૂચમાં પ્લાન્ટ કાર્યરત કર્યો
દહેજ, સાયખા ,વિલાયતમાં જમીન, ડિસ્ચાર્જની સુવિધા છે. ઇસી સરળતાથી મળી રહી છે. વાપીની સરખામણીએ ભાવો પણ ઓછા છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પણ મંજુરી છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસીઝેડ) પણ છે. જેથી ભરૂચ જિલ્લામાં પ્લાન્ટ કાર્યરત કર્યો છે.> પ્રકાશ ભદ્રા,ચેરમેન,એન્વાયરમેન્ટ કમિટિ,વાપી વીઆઇએ

​​​​​​​વાપી, ભરૂચ જિલ્લાની GIDCમાં પ્લોટના ભાવો
​​​​​​​

સ્થળસ્કવેર મીટર
વાપી4790
ડુંગરા4100
ભરૂચ1700
દહેજ2240
સાયખા2030
વિલાયત1170

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...