વાપીના કરવડ-દાદરા હદ વિસ્તારમાંથી એક 10 વર્ષીય બાળકની લાશ માથું અને એક પગ વગર મળી આવતા સેલવાસ અને ડુંગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ડુંગરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશની ઓળખ કરવા ડીએનએ સેમ્પલ લઇ તપાસ માટે મોકલાવી છે. સંઘપ્રદેશ દાદરાથી વાપી કરવડ તરફ જતી નહેરમાં રવિવારે એક 10 વર્ષીય બાળકની લાશ તણાઇ આવતા સ્થાનિકોએ આ અંગે સેલવાસ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વાપી ડુંગરા પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઇ હતી.
આશરે 9થી 10 વર્ષીય બાળકનું માથું અને એક પગ ન હોવાથી કોઇ અનહોની થઇ હોવાનું અનુમાન લગાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ડુંગરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે સેલવાસ પોલીસે પણ મૃત બાળકની ઓળખ કરવા તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં ડુંગરા પોલીસ ડીએનએ સેમ્પલ તપાસ માટે મોકલાવી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરશે.
સાયલી પરિવારેપુત્ર હોવાનો દાવો કર્યો
સેલવાસના સાયલીમાં રહેતા એક પરિવારે મૃત બાળકના હાથમાં જનોઇજોઇ તે તેમનોજ પુત્ર હોવાનો દાવો કર્યો છે. શુક્રવારેસેલવા સ પોલીસ મથકમાં પુત્ર ગુમનીફરિયાદ નોંધાવ્યા બાદ તેની લાશ રવિવારે નહેરમાંથી મળ્યા હોવાનું પરિવાર માની રહ્યું છે. હાલ ગુજરાત અને દાનહ પોલીસે આ કેસમાં મુળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.