તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આંતર રાજ્ય ધાડ, લૂંટના 3 આરોપી રિમાન્ડ ઉપર, મુદ્દામાલ સાથે વાપીથી ઝડપાયા હતા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંતરરાજ્યમાં ધાડ,લૂંટ અને ઘરફોડ ચોરીના ત્રણ આરોપી વાપી યુપીએલ નજીકથી એલસીબીના હાથે ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી 20.87 લાખનો મુદ્દામાલ કબજે કરી બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જિલ્લા એલસીબીએ બાતમીના આધારે શુક્રવારે વાપી યુપીએલ નજીકથી ધાડ,લૂંટ અને ઘરફોડ ચોરીના આરોપી અક્ષય નાયક,મનોજ ત્રિપાઠી અને સત્યપ્રકાશ મિશ્રાની ધરપકડ કરી તેમની પાસેથી કોપર,સિગારેટના બોક્ષ,મોબાઇલ,રોકડા અને બે કાર મળી કુલ રૂ.20.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દિવસ દરમિયાન રૈકી કરી રાત્રિના સમયે વોચમેનને બંધક બનાવી આરોપીઓ લૂંટને અંજામ આપતા હતા. જેઓ વિરૂદ્ધ અનેક પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે. પકડાયેલા આરોપીઓને બુધવારે કોર્ટમાં રજૂ કરી વાપી જીઆઇડીસી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...