કામગીરી:જિલ્લામાં બીજા ડોઝમાં બાકી લોકોનું લિસ્ટ પોર્ટલથી કાઢી જાણ કરવા સૂચના

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DDOની પારડી THO સાથે રિવ્યુ બેઠક યોજવા સૂચના

વલસાડ જિલ્લામાં વેક્સિનેશન વચ્ચે જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ દ્વારા પારડી તાલુકાના મેડિકલ ઓફિસરો સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં ડીડીઓએ બીજા ડોઝમાં બાકી લોકોનું લિસ્ટ કાઢી 100 ટકા કામગીરી પૂર્ણ કરવા અંગે સૂચન કર્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા ઓફિસરોની રીવ્‍યુ બેઠક મળી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પારડી તાલુકાની કામગીરી તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી.

રસીકરણનાં પ્રથમ ડોઝની 83 ટકા કામગીરી પૂર્ણ થઇ છે, જેથી બાકી રહેલા લાભાર્થીઓને આવરી લઇ 100 ટકા કામગીરી થાય તેનું આયોજન કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત બીજા ડોઝનાં બાકી લાભાર્થીઓનું પોર્ટલ ઉપરથી લીસ્‍ટ કાઢી તમામ લાભાર્થીઓને રસીકરણ માટે જાણ કરી સૂચિત રસીકરણ સ્‍થળોની માહિતી આપી રસીકરણ કરાવવા જણાવ્‍યું હતું.

હાલ કોવિડ-19 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકોને રસીકરણના ફાયદાઓ વિશે માહિતગાર કરવાની સાથે 60 વર્ષથી વધુ વય ધરાવતી વ્‍યક્‍તિઓને તેમજ 18 વર્ષથી મોટી વય ધરાવતા દિવ્‍યાંગ, શારીરિક રીતે અશક્‍ત કે પથારીવશ છે જેમને પ્રાથમિકતા આપવા જણાવ્‍યું હતું.

અન્ય સમાચારો પણ છે...