દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજિત 9 દિવસીય ઉન્નતિ કન્ઝ્યુમર પ્રોડક્ટ એક્સ્પો કમ સેલનું આયોજન મોટીદમણ સ્થિત લાઇટ હાઉસ નજીક કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાપડ, ઉદ્યોગ, વાણિજ્ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે રવિવારે સાંજે એક્સપો કમ સેલનું ઉદઘાટન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગપતિઓને સંબોધતા કહ્યું કે, ભારત વિશ્વમાં એક અલગ ઓળખ બનાવી રહ્યું છે. ભારત નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. યુનિકોર્નની રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલનું સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના પ્રશાસન પ્રફુલભાઇ પટેલે દમણના કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ દમણમાં આયોજિત ઉન્નતિ કન્ઝ્યુમર પ્રોડક્ટ એક્સ્પો કમ સેલનું મંત્રી પિયુષ ગોયલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ શ્રમિક કલ્યાણ એપ અને વેબ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું અને પુસ્તિકાનું અનાવરણ કર્યું હતું. ભારત દેશભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ગયા વર્ષે ભારતે તેની નિકાસમાં ઐતિહાસિક વધારો કરીને નવો ઈતિહાસ રચ્યો હતો. ભારતે ગયા વર્ષે 420 બિલિયન ડોલરનો માલ અને $254 બિલિયન સેવાઓની નિકાસ કરી હતી.
કંપની સંચાલકોને ક્યારે ધમકી મળે એ કહી ન શકાય
ભૂતકાળમાં દમણમાં માફિયા રાજ ચાલતું હતું, સ્ક્રેપ, ટ્રાન્સપોર્ટશેન, વોટર સપ્લાય અને પોતાના જ માણસોને કોન્ટ્રાક્ટ આપવા માટે દાદાગીરી ચાલતી હતી. આ શબ્દો પ્રશાસકે રવિવારે એક્સપોના લોકાર્પણ પ્રસંગે ઉચ્ચાર્યા હતા. કંપની સંચાલકોને ક્યારે કોની ધમકી મળી જાય એ નક્કી ન હતું હવે આ બદીઓ દૂર થઇ છે. પ્રદેશમાં હવે નિર્ભીકતાથી ઉદ્યોગ ધંધા ચાલી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.