તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાપીના 10 કરોડ ઉઘરાણા કેસમાં 15 મેમ્બર જ કમિટી સમક્ષ આવ્યાં

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ સામે ન આવતાં ફોનથી નિવેદનો લઇ ટીમ ગાંધીનગર રવાના

વાપી ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે કેટલાક ઉદ્યોગપતિઓ પાસે સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજૂરીના નામે 10 કરોડ ઉઘરાણી પ્રકરણમાં બે દિવસમાં તપાસ કમિટિ સમક્ષ માત્ર 15 મેમ્બરો આવ્યા હતાં. મેમ્બરો ન ફરકતાં તપાસ કમિટીએ ફોન કરીને નિવેદનો લેવાની ફરજ પડી હતી. ચૂંટાયેલા ચારેય ડિરેકટરોએ આપેલા અભિપ્રાયો પણ એક સરખા આપ્યાં હોવાની માહિતી મળી રહી છે. હવે તપાસ કમિટીના રિપોર્ટના આધારે વીસીએમડી ફાઇનલ નિર્ણય લેશે.

વાપી સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજૂરીના નામે ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે ઉદ્યોગકારો પાસે 10 કરોડની ઉઘરાણીનો મુદો વીઆઇએના બંને જુથોમાં આમને-સામને આવી ગયાં હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પ્રકરણમાં વીસીએમડીએ રચેલી તપાસ કમિટીના ભરતભાઇ જૈન અને નાયડુ સતત બે દિવસ સુધી વાપી રોકાઇને મેમ્બરોને સાંભળ્યા હતાં.

ગાંધીનગર રવાના થયેલી તપાસ કમિટીના બી.આર.નાયડુ સાથે દિવ્ય ભાસ્કરે કરેલી વાત-ચીતમાં તેમણે જણાવ્યું હતું કે બે દિવસમાં 10થી 15 મેમ્બરો આવ્યા હતાં. અન્ય 30 મેમ્બરોને ફોન કરીને નિવેદનો લીધા છે. ગેરરીતિ બાબતે અત્યારે કશુ કહીં શકાય નહિ. રિપોર્ટને વીસીએમડી સમક્ષ રજુ કરીશું. બીજી તરફ ગ્રીન એન્વાયરોના ચેતન પટેલ, એસ.એસ.સરના, મહેશ પંડયા, મગન સાવલિયાએ પણ નિવેદનો આપ્યા હોવાની માહિતી મળી રહી છે. ચારેય ડિરેકટરોએ એક સરખા અભિપ્રાય આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે સૌની નજર વીસીએમડી સમક્ષ મંડાયેલી છે.

વાપીના ઉઘરાણી પ્રકરણમાં વિવાદ વધુ વકરશે
વીઆઇએના એક જુથના મતે તપાસ કમિટિ સમક્ષ એક પણ પુરાવો મેમ્બરોએ રજુ કર્યો નથી. આટલી મોટી રકમ લીધી હોય તો પુરાવા હોવા જ જોઇએ. માત્રને માત્ર બદનામ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. ભૂતકાળમાં અનેક કિસ્સાઓ એવા હતા કે જેમાં તપાસ કમિટિની જરૂર હતી. તો વીઆઇએના સામેના જુથના મતે ભૂતકાળ હોય કે હાલનું ઉઘરાણી પ્રકરણ યોગ્ય અને ન્યાયિક તપાસ થવી જોઇએ. ઉદ્યોગોની હિત માટે જ કામ કરવું જોઇએ.આમ વાપીના ઉઘરાણી પ્રકરણમાં વિવાદ વધુ વકરશે એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...