તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Vapi
 • In Vapi's Chanod, Vapi's Wife, Fed Up With Her Drunken Husband, Sought The Help Of 181, Dungara Police Immediately Arrested Her Husband And Took Action.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાપીના ચણોદમાં નશાબાજ પતિથી કંટાળી વાપીની પરિણીતાએ 181ની મદદ લીધી, ડુંગરા પોલીસે તાત્કાલિક પતિની ધરપકડ કરી કાર્યવાહી કરી

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિ દ્વારા અવાર નવાર ત્રાસ અપાતા તેણે આ અંગે 181 ઉપર ફરિયાદ કરી હતી. જેથી ડુંગરા પોલીસે પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.વાપીના ચણોદ ખાતે એક બિલ્ડિંગમાં રહેતી મહિલાને તેનો પતિ ઘણાં સમયથી અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી રહ્યો હતો. ગુરુવારે રાત્રે દારૂના નશામાં પતિએ તેને માર મારતા કંટાળીને આખરે તેણે અભયમ હેલ્પલાઇન 181 ઉપર કોલ કર્યો હતો.

જેની જાણ તાત્કાલિક વાપીના ડુંગરા પોલીસને કરતા પોલીસ નશાબાજ પતિને પકડી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેનો પતિ ઘણા સમયથી કામ ધંધો કરતો નથી અને ગમે ત્યારે દારૂ પીને ઘરમાં હંગામો કરે છે. જે અંગે અભયમની ટીમે કાઉન્સિલિંગ હાથ ધર્યું હતું અને નશાબાજ પતિને સીધે રસ્તે લાવવા પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો