અકસ્માત:વાપી ટાઉનમાં બાઇકચાલકે રાહદારીને અડફેટે લેતા મોત

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ ચાલક ફરાર થયો હતો
  • 1 માસની સારવાર બાદ અંતે દમ તોડ્યો

વાપીમાં ગરનાળા પાસે રાહદારીને બાઇકથી ટક્કર મારી ચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે વાપી બાદ સુરતની હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પિતાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતા દેવીદાસ ત્રંબકઉબડકર ખેતીકામ કરી ઘર ગુજરાન ચલાવે છે અને તેમનો પુત્ર વાપીમાં પત્ની સાથે રહેતો હતો. 15 ઓક્ટોબરે તેમને વાપીથી એક ફોન આવ્યો હતો કે, તેમના પુત્ર નીતીન ઉ.વ.29ને વાપીમાં ગરનાળા પાસે કોઇ બાઇકચાલક જોરથી ટક્કર મારી ફરાર થઇ ગયો છે અને તે જનસેવા હોસ્પિટલમાં ખસેડાયો છે. જેથી પિતા તાત્કાલિક વાપી દોડી આવ્યા હતા અને માથામાં ગંભીર ઇજાને લઇ વાપીથી તેને સુરત આઇએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન 16 નવેમ્બરે તેનું મોત થયું હતું. બનાવ અંગે પિતાએ અજાણ્યા બાઇકચાલક વિરૂદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અગાઉ ચલામાં પણ મોપેડ ચાલકે વૃદ્ધને અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...