ક્રાઈમ:વાપીમાં સાળીએ સંબંધ નહીં રાખતા જમાઈએ ફટકો મારી મોપેડ પર જતાં સાસુને પતાવી

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ પર જતાં સાળી અને સાસુ પર હુમલો કર્યો હતો

વાપી નાયકવાડમાં રહેતા હીરલબેન નાયકાના પિતા 12 વર્ષ અગાઉ મોતને ભેંટ્યા હતા. ત્યારબાદ તે માતા કમલાબેન, બેન મીનાક્ષી અને બનેવી વિલાસ ચંદુ હળપતિ સાથે ઘરે રહેતી હતી. દોઢ વર્ષ અગાઉ બનેવી વિલાસે હીરલ સાથે પ્રેમસંબંધ રાખવા કહેતા આ અંગે ઘરમાં જાણ કરતા ઝગડા બાદ બેન-બનેવી ઘરથી અલગ થઇ ગયા હતા. ત્યારબાદ અવારનવાર બનેવી રસ્તામાં સાળીને અટકાવી કહેતો કે તેની સાથે સંબંધ નહી રાખશે તો તેની બેનને પણ છોડી દઇશ. જેથી 4 માસ અગાઉ બેન મીનાક્ષી વિલાસ સાથે છુટાછેલા લઇ માતાના ઘરે આવી હતી. બનેવી ઘરે કોઇ ન હોય ત્યારે તે ઘરમાં ઘૂસી સાળી સાથે સંબંધ રાખવા કહેતો અને ના પાડવાથી માર મારતો હતો.

21મે ના રોજ માતા અને હીરલ ચલા સરકારી હોસ્પિટલમાંંથી પરત મોપેડ પર ઘરે આવતી વખતે ચાલુ ગાડીએ હીરલને લાકડાથી ફટકો મારતા બંને નીચે પટકાઇ ગયા હતા. જે બાદ તે માતા-પુત્રીના માથે 3થી 4 ફટકો મારી ફરાર થઇ ગયો હતો. બંને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સાસુ કમલાબેનનું મોત થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...