તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેષ્ઠ દાન:વાપીમાં ભૂદેવ પરિવારની દીકરીનાં લગ્ન સમાજે કરાવ્યા

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીનું કન્યાદાન વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ કર્યુ હતું

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા એક ભૂદેવ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે પરિવારની દીકરીનો સમગ્ર લગ્નનો ખર્ચ વાપી સમસ્ત બ્રહ્મસમાજે કર્યો હતો.જે યુવતીનું કન્યાદાન જિલ્લા પોલીસ વડાએ કર્યુ હતું. વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા એક ભૂદેવ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વાપી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજે તે ભૂદેવ પરિવારની દિકરીનાં લગ્નનો સમગ્ર ખર્ચ ઉપાડી લઇ દિકરીને ઘામઘૂમથી લગ્ન કરાવી પોતાના સાસરે મોકલાવી હતી.

એક દીકરીનાં માતાપિતા જે રીતે પોતાની દીકરીનાં લગ્ન કરાવી સાસરે વિદાય કરતાં હોય તે રીતે મોનાલીસાને લગ્ન કરાવી દીકરીને ઘામઘૂમથી સાસરે વિદાય આપી હતી. જેનું કન્યાદાન વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ કર્યુ હતું. આ બાબતે સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ચન્દ્રકાંત વ્યાસે જણાવ્યું કે અમે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાની મુલાકાત માટે ગયા હતાં. ત્યારે વાપી સમસ્ત બ્રહ્મસમાજ એક ભૂદેવ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાનાં કારણે તે પરિવારની દીકરીનાં લગ્ન અમારો વાપી સમસ્ત બ્રહ્મસમાજ કરાવી રહ્યો હોવાનું જણાવતાં જિલ્લા પોલીસ વડાએ કન્યાદાન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી.જેને લઇ વાપી સમસ્ત બ્રહ્મસમાજે તેમને કન્યાદાન કરવાની ઇચ્છા પૂર્ણ કરી હતી.

જિલ્લા પોલીસ વડાએ પોતાના પત્ની સાથે કન્યાદાન કર્યુ હતું. આમ વાપી સમસ્ત બ્રહ્મસમાજ અને જિલ્લા પોલીસ વડાએ ઉમદા કાર્ય કરી ઉદાહરણ પૂરૂ પાડયું હતું. કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજનાં ટ્રસ્ટી શરદ ઠાકર, ચૈતન્ય ભટૃ હાજર રહ્યા હતાં. જયારે સમગ્ર કાર્યક્રમ ચન્દ્રકાંત વ્યાસ, કિશોર બધેકા, રસેન્દુ ત્રિવેદી તેમજ તેમની ટીમ દ્વારા કરાયો હતો. જિલ્લા પોલીસ વડાએ કન્યાદાન કરી ઉમદા ફરજ નિભાવી ઉદાહરણ પૂરૂ પાડયું વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા મૂળ સૌરાષ્ટ્ર હળવદનાં છે. તેઓએ ડોકટરની પદવી હાંસિલ કરી હોવા છતાં તેઓની રાષ્ટ્ર પ્રત્યેની ઉમદા સેવા કરવાનો હેતુંનાં કારણે આઇપીએસ બન્યા હતાં.

તેઓએ જયારથી જિલ્લામાં પોલીસ વડાનું સુકાન સંભાળ્યું છે. ત્યારથી અનેક ગુનાઓ તેમણે તાત્કાલિક ઉકેલી લીધા હતાં. અને કોઇને ન ખબર પડતાં તેઓ ઘરમપુર અંતરિયાળ વિસ્તારમાં જઇ આદિવાસી ગરીબોને જીવન જરૂરી ચીજવસ્તુઓ વિતરણ કરતાં હોય છે.તેમજ વાપીમાં ભૂદેવની દિકરીનું કન્યાદાન કરી જિલ્લા પોલીસ વડાએ પોતાના ઉમદા વ્યકિતત્વનો પરિચય આપી ઉદાહરણ પૂરૂ પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...