હાથાપાઈ:વાપીમાં યુવકને ચપ્પુ મારી હત્યા કરનારના જામીન રદ, ફટાકડા ફોડવા મુદ્દે બબાલ થઇ હતી

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી ગીતાનગર બીરજુની ચાલીમાં પહેલા માળે 20 ઓક્ટોબર 2017ના રોજ ત્યાં રહેતા અજય નંદલાલ મંડલ અને દિપકસીંગ અભયજીત સીંગ વચ્ચે ફટાકડા ફોડવા મુદ્દે બોલાચાલી થઇ હતી. જેથી અજયનો મિત્ર રાજુ રમચુ મંડલ વચ્ચે પડી તેમને છોડાવી રહ્યો હતો. તે દરમિયાન આરોપી દિપકસીંગ ઘરમાંથી ચપ્પુ લઇ આવી રાજુને પીઠના ભાગે મારતા તે નીચે પડી ગયો હતો. તેના શરીરે ચપ્પુથી અનેક ઘા કરી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી તે ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ટાઉન પોલીસે નાસતા ફરતા આરોપી દિપકસીંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદીએ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી દીપકસીંગની પોલીસે ધરપકડ કરી ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ જામીન અરજી ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...