હુમલો:વાપીમાં ચોરીના આરોપીએ PSIની રિવોલ્વર ઝુટવવાનો પ્રયાસ કર્યો

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બક્કલથી કોન્સ્ટેબલના માથા ઉપર હુમલો કરતા ઇજા

વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઇ ગુલાબભાઇ મંગળવારે વાપી કોર્ટની કૈદી જાપ્તાની બસમાં અન્ય પોલીસના કર્મીઓ અને આરોપીઓ સાથે કોર્ટમાં જઇ રહ્યા હતા.

તે સમયે વૈશાલી ચારરસ્તાથી વાપી કોર્ટ તરફ જતા હાઇવેના સર્વિસ રોડ ઉપર જલારામ સોસાયટી આગળ પહોંચતા બસમાં બેસેલ આરોપી છીનુ ઉર્ફે અબ્બાસ મુખ્તાર ખાન હાલ રહે.લાજપોર જેલ સુરત મુળ રહે.ડુંગરા બ્રહ્મદેવ મંદિર વાપી પોતાનું માથુ બસની બારીના કાચ સાથે વારંવાર ઠોકી પોલીસ વાલો કો ગોલી માર દુંગા તેવું કહી નાલાયક ગાળો બોલવા લાગ્યો હતો.

નજીકમાં ઉભા આપોકો અલ્પેશભાઇએ તેને ગાળો બોલવા ના પાડતા ઉશ્કેરાઇ જઇ આરોપીએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. તે સમયે કૈદી જાપ્તાના ઇન્ચાર્જ પીએસઆઇ એન.સી.સગર તથા તેમની ટીમ વચ્ચે પડી છોડાવવા જતા આરોપીએ પીએસઆઇના રિવોલ્વર ઉપર હાથ મારી ખેચવા જતા તેમના બેલ્ટનું બક્કલ તૂટી ગયું હતું.

જે બક્કલથી આરોપીએ આપોકો અલ્પેશભાઇના માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતું. જે બાદ પીએસઆઇ એન્.સી.સગર અને તેમની ટીમે આરોપી ઉપર બળપ્રયોગ કરી પકડી પાડી તેને પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ અને એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટના કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કોર્ટમાં મહિલા જજ ઉપર ચંપલ ફેક્યા બાદ PSIને જાનથી મારવાની ધમકી આપી
આરોપી છીનુ ઉર્ફે અબ્બાસ મુખ્તાર ખાન વર્ષ 2018ના વાપીના ડુંગરા વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયો હતો અને જેલમાં સજા કાપી રહ્યો છે. થોડા માસ પહેલા વાપી કોર્ટમાં તેને રજૂ કરતા જામીન ન મળવાથી તેણે એક મહિલા જજ ઉપર ચંપલ ફેંકી ધમકી આપી હતી.

મંગળવારે પોલીસ ઉપર હુમલો કરી પીએસઆઇને તેણે ધમકી આપી હતી કે,” મૈંને મેજીસ્ટ્રેટ કો કોર્ટ મેં ચંપલ મારા થા વો ગુને કી તપાસ આપ કર રહે થે. આપ સે ક્યા હુવા મેરા ક્યા ઉખાડ લિયા આપ સે કુછ હોને વાલા નહિ હૈ લેકિન મૈં જામીન ઉપર છૂટને કે બાદ આપ કો જાન સે માર દુંગા.”

અન્ય સમાચારો પણ છે...