તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજનનો અભાવ:વાપી તાલુકામાં રોજ 4000ની જરૂરિયાત સામે માત્ર 2000 ડોઝ આવતાં રસી માટે ભારે ભીડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની હાજરી વચ્ચે વેક્સિનેશન થઈ રહ્યું છે

વલસાડ જિલ્લામાં વેક્સિનેશનમાં વાપી તાલુકો પ્રથમ છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી રસી કેન્દ્રો પર સવારે લોકોની લાંબી કતારો લાગી રહી છે.લોકો એકી સાથે મોટી સંખ્યામાં રસી મુકાવવા બહાર આવતાં રોજના સ્થિતિ વર્ણસી રહી છે. પોલીસકર્મીઓને સ્થળ પર મુકવાની ફરજ પડી રહી છે. વાપી તાલુકામાં રોજના 4000 વેક્સિનના ડોઝની જરૂર છે. જેની સામે હાલ સરેરશ 1800 થી 2000 ડોઝ જ આવતાં કેન્દ્રો પર બબાલના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

વાપી તાલુકામાં વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ બે દિવસ સુધી વેક્સિનેશન બંધ રહેવાથી બુધવારે વાપીના કેન્દ્રો પર ભારે ભીડ જામી હતી.વીઆઇએ, મોરારજી દેસાઇ શોપિંગ સેન્ટર, જલારામ મંદિર,સુલપડ,ચલા સહિતના સ્થળોએ વેક્સિન મુકાવવા લોકો ઉમટી પડતાં સ્થિતિ કાબુ બહાર પહોંચી હતી. ખાસ કરીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાપી તાલુકાને વેક્સિનનો ઓછો જથ્થો ફાળવામાં આવી રહ્યો છે. પરિણામે ખુદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મૂંઝવણમાં મુકાઇ રહ્યાં છે.

વાપી તાલુકામાં રોજના 4 હજાર વેક્સિનના ડોઝનની જરૂર છે. જેની સામે માત્ર 2 હજાર ડોઝ આવી રહ્યાં છે. પરિણામે રોજના આરોગ્ય કેન્દ્રો અને વેક્સિનના કેન્દ્રો પર લોકોની ભીડના કારણે બબાલની સ્થિતિ ઉદભવી રહી છે. કેટલાક કેન્દ્રો પર પોલીસને મુકવાની ફરજ પડી રહી છે. વાપી તાલુકાને વધુ વેક્સિનનો જથ્થો ફાળવામાં આવે તે જરૂરી છે.

વીઆઈએના કેન્દ્ર પર લાંબી લાઇનો
વીઆઇએ ઓડિટોરિયમમાં વેક્સિનેશનનું કેન્દ્ર હાલ ચાલુ થયુ છે, પરંતુ અહિ લોકોની ભીડ વધતાં સ્થિતિ નિયંત્રણની બહાર જઇ રહી છે. ખુદ આરોગ્ય કર્મચારીઓ પણ આ કેન્દ્ર પર ત્રાહિમામ પોકારી રહ્યાં છે. વીઆઇએ દ્વારા આ કેન્દ્ર પર સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ વેક્સિન મુકાવવા લોકો વધુ ઉમટી રહ્યાં છે. બીજી તરફ વેક્સિનનો જથ્થો પણ ઓછો આવી રહ્યો હોવાથી મુશ્કેલી ઊભી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...