તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાપીમાં સિલિન્ડરમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગ કરતા એક ઝડપાયો, બજારમાં ઊંચી કિંમતે વેચતો હતો

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વાપીના છરવાડા રમઝાન વાડીમાં શનિવારે રાત્રે એક દુકાનમાં ગેરકાયદે ગેસ રીફિલિંગની ચાલતી પ્રવૃતિ સામે એસઓજીની ટીમે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી હતી.\nછરવાડા સ્થિત રમઝાન વાડીમાં આવેલી ચંપક કાળીદાસ પટેલની ચાલીની એક દુકાનમાં મોટા ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદે કોઇપણ જાતના સાધન સામગ્ર વિના નાના સિલિન્ડરમાં ગેસ ભરવાની કામગીરી ચાલી રહી હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી.

આ બાતમીના આધારે એસઓજીએ ત્યાં રેઇડ કરીને દુકાનના માલિક ત્રિલોકકુમાર બાલેશ્વર પ્રસાદની ધરપકડ કરી હતી. આરોપી દુકાનમાં કોઇપણ સત્તાધીકાર પાસેથી લાયસન્સ લીધા વિના જ રાંધણ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને નાના સિલિન્ડરમાં ભરીને કાળા બજારમાં ઊંચા ભાવે વેચાણ કરતો હતો. પોલીસે દુકાનમાં નાની અને મોટી સાઇઝના સિલિન્ડર સહિત અન્ય સામાન મળી કુલ 6, 300નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ રી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો