આત્મહત્યા:વાપી નામધામાં યુવકે ફાંસો ખાઇ આપાઘાત કર્યો

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે ફ્લેટમાં પંખા સાથે લટકી ગયો હતો

વાપી ટાઉન પોલીસને શુક્રવારે સવારે એક કોલ આવ્યો હતો કે, નામધાના ચંડોર ગામે આવેલ હનુમંત રેસીડેન્સીના સી-210માં રહેતા એક યુવકે પંખા સાથે લટકી આપઘાત કરી લીધો છે. જેથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર યુવકની ઓળખ અર્જુન યુધિષ્ઠિર પાંડે ઉ.વ.31 મુળ રહે.ઓરિસ્સા તરીકે થઇ હતી.

જેણે ગુરૂવાર રાતથી શુક્રવારે સવારે 8 વાગ્યા વચ્ચે કોઇ સમયે ફ્લેટમાં જ પંખા સાથે લટકી આપઘાત કરી લીધા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગેની જાણ સ્થાનિક રજનીકાંત રામસેવક મિશ્રાએ પોલીસને કરતા લાશનો કબજો મેળવી લાશને પીએમ માટે મોકલાવી આપઘાત પાછળનું કારણ જાણ‌વા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકના વાલીવારસ અંગે પોલીસે સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી છે. પરિજનો મળ્યા બાદ આપઘાત પાછળનું કારણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...