વાપી નગરપાલિકા વિસ્તારના ડુંગરામાં બની રહેલ બુલેટ ટ્રેનના સ્ટેશનની અને પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા આવેલા કેન્દ્રીય રાજય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ સમક્ષ વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ અને સભ્યોએ પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી.
હાલમાં રેલ્વે વિભાગ ડિપોઝીટરી કાર્ય તરીકે વાપી નગરપાલિકા માટે પેડેસ્ટ્રિયન સબવેમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા અંગેની રજૂઆત કરાઇ હતી. એલસી નં. 80 (જુના ફાટક) પર બનેલ રેલવે ઓવર બ્રિજ (આરઓબી)ને આગામી મહિનામાં તોડી પાડવામાં આવશે. જેથી થી દરરોજ આવાગમન કરતાં લોકોને પૂર્વ-પશ્ચિમમાં જવા આવવામાં ટ્રાફિક સહિતની અનેક મુશ્કિઓનો સામનો કરવો પડશે.
જો સબવે નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય, તો તેનો પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી તરીકે ઉપયોગ કરી શકાય છે. જે માટે રેલવે વિભાગના કાર્યની સમીક્ષા કરવા અને જરૂરી પગલાં માગ કરી હતી. વાપી નગરપાલિકાએ વાપી ખાતે રેલ્વે કેમ્પસની પૂર્વ બાજુએ કોઈ પે એન્ડ યુઝ શૌચાલય નથી. તેથી વાપી પૂર્વ બાજુએ જાહેર પે એન્ડ યુઝ શૌચાલય બનાવવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.