કોરોનાનો ડર:વાપી શહેરમાં સંસ્થા-કંપીનાના સહયોગથી મધ્યમવર્ગના દર્દીઓને સારવાર મળી રહેશે

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોટરી-આરતી ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન- HFNCની સગવડ

તાલુકામાં કોરોના મહામારીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. મધ્યમ વર્ગના લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે. ખાનગી હોસ્પિટલની મોંઘી સારવાર મધ્યમ વર્ગને પોષાતી નથી.સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ખુદ ડરી રહ્યાં છે. જેથી હવે વાપીમાં મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાસભર સારવાર, વ્યાજબી દરે મળી રહે તે માટે રોટરી ક્લબ ઓફ વાપી અને આરતી ઈન્ડસ્ટ્રીસ લિમીટેડ દ્વારા રોફેલ કોલેજ જીઆઈડીસી, વાપી ખાતે રોટરી-આરતી ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરનું નિર્માણ હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલના સહયોગથી કરાયુ છે.

રહેવું, ભોજન અને પ્રાથમિક સારવાર સામેલ છે
રોટરી -આરતી દ્વારા આ પ્રોજેકટમાં વાપીનાં બીજા ઉદ્યોગપતિઓ પણ જોડાઈ ગયા છે. જેઓએ ઉદાર હાથે દાન આપી આ કપરી પરિસ્થિતિમાં પોતાનાં સામાજિક દાયિત્વનું નિર્વાહન કર્યું છે. રોફેલ ટ્રસ્ટ દ્વારા કોલેજ કેમ્પસ વિના મુલ્યે આપવાં આવ્યું છે.દાનની રકમ, મેડીકલનાં સાધનો તથા અન્ય સગવડોને ઉભી કરવામાં તેમજ સારવારનાં દરોને અનુદાન આપવામાં વપરાશે. 75 દર્દીઓને સારવાર આપી શકાય એ રીતની સગવડ ઉભી કરવામાં આવી છે.જેમાં 19 દર્દીઓને ઓક્સિજન - HFNCની સગવડ આપી શકાશે.સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી માટે 2500 પ્રતિ દિન, ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓ માટે 3000 પ્રતિ દિન અને HFNCની જરૂર હોય એવા દર્દીઓ માટે 3500ના દર નકકી કરાયા છે. જેમાં રહેવું, ભોજન અને પ્રાથમિક સારવાર સામેલ છે.

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસે બેફામ ફી લેવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓ રાહત દરે સારવાર મળે તે જરૂરી છે. હાલમાં કોરોના કેસો વધી રહ્યા છે. જેથી આવા સેન્ટરો વધવા જોઇએ.

કલેકટર 8 ઓગષ્ટે સેન્ટરને ખુલ્લુ મુકશે
આ સેન્ટરનું ઉદ્ઘાટન 8 ઓગસ્ટના દિવસે વલસાડ કલેકટર આર.આર.રાવલ,પારડીનાં ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ તથા રોટરીનાં ડિસ્ટ્રીકટ ગવર્નર પ્રશાંત જાનીનાં શુભહસ્તે કરવામાં આવશે.સેન્ટરના કારણે વાપી તથા આજુબાજુના મધ્યમ વર્ગના દર્દીઓને મોટી રાહત મળશે. વાપીમાં આ પ્રકારની હોસ્પિટલની જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...