તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાપીમાં યુવતી સાથે છેડતી કરનારા બંને ઇસમો ઝડપાયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેડતી કરનાર આરોપીઓ - Divya Bhaskar
છેડતી કરનાર આરોપીઓ
  • ચાલુ બાઇકે ગાળો બોલી છૂ થઇ ગયા હતા

વાપીમાં ચાલુ બાઇકે એક યુવતીને ગાળો બોલી છેડતી કરીને બે ઇસમો ફરાર થઇ જતા પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ નોંધાવાઇ હતી. બુધવારે સાંજે બંને ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. વાપી ગુંજન વિસ્તારમાં રહેતી યુવતી શનિવારે પોતાની ચારરસ્તા ઓફિસથી પરત ઘરે જવા મોપેડ ઉપર નીકળી હતી. તે દરમિયાન આઇઆઇસીઆઇ બેંક પાસે પાછળથી નંબર વગરની બાઇક ઉપર આવેલા બે ઇસમોએ તેને ગાળો બોલી બિભત્સ માંગણીઓ કરી હતી. ગભરાયેલી યુવતી તાત્કાલિક આગળ જઇ તેના સગા સંબંધીઓને ફોન ઉપર બનાવ અંગેની જાણ કર્યા બાદ આ અંગે ટાઉન પોલીસ મથકમાં બંને ઇસમો સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

વાપી ટાઉન પોલીસે બુધવારે સાંજે આરોપી તાહીર અસલમ ખાન રહે.જય ટાવર ઇમરાન નગર અને સીદ્દીક સલીમ શેખ રહે.રામધારી ચક્કીની પાછળ ગીતાનગર ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ બુધવારે વાપીની મુલાકાતે આવેલા જિલ્લા પોલીસ વડાએ આવા ઇસમો સામે કડક કાર્યવાહીના આદેશ પોલીસને આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...