ધરપકડ:વાપીમાં યુવકે ST બસ ઉપર પથ્થર મારી કાચ ફોડી નાંખ્યો

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નામધાના નશાબાજ યુવકની પોલીસે ધરપકડ કરી

વાપી એસટી ડેપો ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતા સંદીપ વિષ્ણુભાઇ નાયકે ગુરૂવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, સવારે તેઓ એસટી બસ નં.જીજે-18-વાય-9791 લઇ કંડક્ટર શૈલેષભાઇ સાથે પેસેંજર ભરી વાપી ડેપોથી ઉમરગામ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વાપી જીઆઇડીસી ચારરસ્તા પાસે સુરતથી મુંબઇ તરફ જતા સર્વિસ રોડ ઉપર એક ઇસમ દારૂ પીધેલી હાલતમાં બસની સામે ઉભો રહી જતા બસ રોકતા જ તે દરવાજો ખોલી અંદર આવ્યો હતો. ક્યાં જવાનો છે પૂછતા કરમબેલા જવાનો છે કહી તે અચાનક બસમાંથી નીચે ઉતરી ગયો હતો.

જેથી બસ આગળ વધારતા જ અચાનક બસની અંદર પાછળથી પથ્થર વાગવાથી કાચ તૂટવાનો અવાજ આવતા બસ ઉભી રાખી જોતા તે જ ઇસમે પથ્થર માર્યા હોવાનું જણાતા સુધીર વિનોદ ધો.પટેલ ઉ.વ.32 રહે.નામધા વાપી ને રિક્ષામાં બેસાડી પોલીસ મથકે લઇ જઇ તેની સામે ધી પ્રીવેન્સન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...