તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વાપીમાં નોકરી છોડવા મુદ્દે યુવક પર ચારનો સળિયાથી હુમલો

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભંગારના ગોડાઉનમાંથી કામ છોડી ડ્રાઇવિંગમાં લાગ્યો હતો

વાપી છીરીનો યુવક ભંગારના ગોડાઉનમાંથી નોકરી છોડી ટ્રક ડ્રાઇવર બનતા ચાર ઇસમોએ તેને રસ્તામાં અટકાવી ઢીકમુક્કી અને સળિયાથી માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગે તેણે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાપી છીરી ખાતે સૃષ્ટી કોમ્પ્લેક્ષમાં રહેતો ઝાકીર જાહીદ ખાન ઉ.વ.28 ત્રણ માસ અગાઉ બલીઠા સ્મશાન ભૂમિ ખાતે આવેલ અમીનબેગ સીરજબેગ મીરઝાના સ્ક્રેપના ગોડાઉનમાં કામ કરતો હતો. ત્યારબાદથી ત્યાંથી નોકરી છોડી મોટા ભાઇના ટ્રકમાં ડ્રાઇવર તરીકે કામ ઉપર લાગી ગયો હતો. કામ છોડતા ગોડાઉન માલિક અમીનબેગે તેની સાથે ઝઘડો અને બોલાચાલી કરી 15 નવેમ્બરે મારી નાખવાની ધમકી પણ આપી હતી.

રવિવારે રાત્રે ઝાકીર બાઇક ઉપર સ્મશાન ભૂમિથી છીરી ખાતે ઘરે જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન બલીઠા ખાતે બની રહેલ નવા ઓવરબ્રીજ પાસે ત્રણ રસ્તે પહોંચતા ત્યાં અમીનના ગોડાઉનમાં કામ કરતો નસીમ અને અન્ય ત્રણ માણસોએ તેને અટકાવી ગોડાઉનમાંથી કામ કેમ છોડેલ છે અને અમીનભાઇને કેમ હેરાન કરે છે કહી ગાળો બોલીને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ નસીમે કોઇક જગ્યાએથી લોખંડના સળિયા લઇ આવી પીઠના ભાગે માર મારતા બૂમ પાડવાથી સ્થાનિકો ત્યાં ભેગા થઇ ગયા હતા. જેથી ચારેય ઇસમો ત્યાંથી ધમકી આપીને ફરાર થઇ જતા સારવાર માટે ફરિયાદી વાપીની આયુષ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો