તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાપીમાં નશામાં કાર ચાલકે બે બાઇકને ઉડાવતા ત્રણને ઇજા

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનસેવા પાસે ટક્કર મારી ભાગી અન્ય બાઇકને અડફેટે લીધી

દમણ તરફથી પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે નશામાં જનસેવા હોસ્પિટલ નજીક એક બાઇકને ટક્કર મારીને ભાગ્યા બાદ રેલવે ગરનાળાં પાસે અન્ય એક બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણને ઇજા પહોંચી હતી.

વાપી કચીગામ રોડ સ્થિત અપના ધર સોસાયટીમાં રહેતો અક્ષય વિનોદકુમાર ઠાકુર શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે પોતાની બાઇક ઉપર તેમની માતાને બેસાડીને ટાઉનથી ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન દમણ તરફથી પૂરઝડપે આવતી એક કાર નંબર જીજે 15 સીએ 7008 ના ચાલકે સામેથી આવતી અક્ષયની બાઇકને જોરદાર ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અક્ષય અને તેમની માતા રોડ ઉપર પટકાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. કાર ચાલક અકસ્માત કર્યા બાદ ત્યાંથી ભાગવા જતા ગરનાળાં નજીક અન્ય એક બાઇકને ટક્કર મારી હતી.

આ ટક્કરમાં વાપી ટાઉન સ્થિત દેસાઇવાડમાં રહેતા બાઇક ચાલક મોહિત બાબુલાલ જૈનને પણ ઇજા પહોંચી હતી. જોકે, અકસ્માત કરીને ભાગવા જતાં પોલીસે કાર ચાલકને ઝડપી લીધો હતો. કાર ચાલક આરોપી શંકરરામ ભેરારામ દેવાસી રહે. કેપી ટાવર, સરવૈયા નગર ગીતાનગર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. વાપી ટાઉન પોલીસે દારૂના નશામાં લોકોની જિંદગી જોખમાય એ રીતે કાર હંકારવા બદલ આરોપી કાર ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...