તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વાપીમાં ભાઇએ બહેન સાથે ઝઘડો કરતા હેલ્પલાઇનની મદદ લેવાઇ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારને બોલાવી કાઉન્સીલીંગથી સમજાવ્યા

વાપી ટાઉન વિસ્તારમાં રહેતી એક સગીરાને તેના ભાઇએ કોઇ કારણે ઠપકો આપતા સગીરાએ હેલ્પલાઇનને ફોન કરી ફરિયાદ કરી હતી. જેથી માતા-પિતા અને ભાઇને બોલાવી કાઉન્સીલીંગ કરી આ અંગે સમજણ અપાઇ હતી.

વાપી ટાઉન વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરા અને તેના મોટા ભાઇ વચ્ચે સોમવારે ફોન પર વાત કરવા મુદ્દે ઝગડો થયો હતો. તે સમયે માતા-પિતા ઘરે હાજર ન હોય સગીરાએ વલસાડ હેલ્પ લાઇનમાં ફોન કરી ભાઇ સામે ફરિયાદ કરી હતી. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી અને સગીરાને લઇ વલસાડ ગઇ હતી. તેમજ તેના માતા-પિતા અને ભાઇને વાપી ટાઉન પોલીસ સ્ટેશને જવા જણાવાયું હતું. માતા-પિતા અને ભાઇ સામે ફરિયાદ કરનારી સગીરાને સમજણ આપી કાઉન્સીલીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જ્યારે ઝગડો ન કરવા પરિજનોને પણ સમજણ અપાઇ હતી. એક પરિવાર ન વિખરે તે માટે હેલ્પલાઇનની ટીમ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા હતા. ઘરની દીકરીએ જ માતા પિતા અને ભાઇને હેલ્પલાઇન થકી દોડાવી દીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...