જિલ્લામાં બાળકોને વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. વાપી શહેરની મોટા ભાગની સ્કૂલોમાં 12થી 14 વર્ષના બાળકોને પ્રથમ વેક્સિનનો ડોઝની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે. કોરોનાના સુરક્ષા કવચ માટે બાળકોને રસી આપવામાં આવી રહી છે. જિલ્લાના છ તાલુકામાં પણ બાળકોને રસી આપવામાં વાપી તાલુકો અગ્રેસર રહ્યો છે. આરોગ્ય વિભાગે વાપી તાલુકાને 11800ન લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે તાલુકા આરોગ્ય અધિકારી મોનિક પટેલ અને શહેર આરોગ્ય અધિકારી ડો.સી.પાંડેના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં 12થી 14 વર્ષના 8400 બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ચુકયો છે.
વાપી જ્ઞાનધામ સ્કૂલમાં પણ વેક્સિનેશન
વાપી જ્ઞાનધામ સ્કૂલમાં વેક્સિનેશનનો કેમ્પમાં બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. ધો.7માં અભ્યાસ કરતી મોક્ષા સમીર ભટ્ટે વેક્સિન લઇ અન્ય બાળકોને પણ વેક્સિન લેવાનો સંદેશ આપ્યો હતો. વાપીની સીબીએસઇ અને ગુજરાત બોર્ડની શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.