તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વાપીમાં રોજ 22 દર્દીને ડાયાલિસિસની ટ્રીટમેન્ટ મળશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચલા સીએચસીમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થતાં દર્દીઓને રાહત

વાપી તાલુકાના દર્દીઓને ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુરૂવારે ચલા સબ ડીસ્ટ્રીક ગવર્મેન્ટ હોસ્પિટલમાં (સીએચસી) ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે દર્દીઓેને રાહત થશે. રોજના 20થી 22 દર્દીઓને ડાયાલિસીસની સુવિધા ઊભી કરવામાં આવી છે. બીજી લહેર બાદ સરકારી દવાખાનામાં સુવિધા વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે.વાપી નજીક ચલા સબ ડીસ્ટ્રીક ગવર્મેન્ટ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાવાળા 5 ડાયાલિસિસ બેડ તેમજ એડિશનલ 3 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ગુરૂવારે આ ડાયાલિસીસ સેન્ટરનું માજી જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના હસ્તે ઉદધાટન કરવામાં આવ્યુ હતું. આ ડાયાલિસિસ સેન્ટર દ્વારા વાપી તેમજ આસપાસના વિસ્તારના કિડની આધારિત રોગ સાથે સંકલાયેલા દર્દીઓને મોટી રાહત મળી રહેશે. અહી દરરોજ 20થી 22 દર્દીઓને ડાયાલિસિસની ટ્રીટમેન્ટ આપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ડાયાલિસિસ સેન્ટરના ઉદઘાટનમાં પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ,વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, પાલિકા ઉપપ્રમુખ મુકુન્દા બેન પટેલ, આરએમઓ નિતિન પટેલ, અરવિંદભાઈ શર્મા,તાલુકા હેલ્થ ઓફિસર મૌલિકભાઈ પટેલ હાજર રહ્યા હતાં.

કામદાર અને સીએચસી હોસ્પિટલમાં પણ સુવિધા વધારો કરવામાં આવ્યો
કોરોનાની બીજી લહેર વખતે વાપી ચણોદ સ્થિત કામદાર હોસ્પિટલ અને ચલા સબ ડીસ્ટ્રીક ગવર્મેન્ટ હોસ્પિટલમાં સુવિધા વધારવાના પ્રયાસો કરાયા હતાં. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના પ્રયાસોના કારણે બંને હોસ્પિટલોમાં છેલ્લા બે માસમાં અનેક સુવિધા વધારવામાં આવી છે. બીજી લહેરમાં દર્દીઓને અહી સુવિધા મળી હતી. જેના કારણે સંભવિત ત્રીજી લહેરમાં દર્દીઓને સુવિધા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...