તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાપીમાં બારીથી ઘરમાં પ્રવેશી ઘરફોડ-વાહન ચોરતા 2 ઝબ્બે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOG એ બે બાઇક- ટીવી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી

વાપીમાં ઘરફોડ ચોરી તેમજ વાહનો ચોરનારા બે આરોપીની એસઓજીએ ધરપકડ કરી તેમની પાસેથી બે બાઇક અને એક એલઇડી ટીવી કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ આપેલ સુચનાના આધારે એસઓજી પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

ત્યારે અ.હે.કો.પ્રવિણકુમાર કે.યાદવ તથા પો.કો.અર્શદ યુસુફ અને પો.કો.અરૂણ સીતારામને મળેલ બાતમીના આધારે વાપી જીઆઇડીસી તથા ડુંગરા પોલીસ સ્ટેશનમાં બનેલ ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મોહમદ વસીમ ગુલામહુસેન ખાન રહે.ડુંગરા વાપી અને હિમાંશુ ઉર્ફે પિન્ટુ દિપક પાનસુરિયા રહે.છરવાડા રમઝાનવાડીના કબજામાંથી એક પલ્સર કિં.રૂ.75,000 તથા એક હોન્ડા સાઇન કિં.રૂ.50000 અને એક એલઇડી ટીવી કિં.રૂ.10000 કબજે લઇ તેમની ધરપકડ કરી કાર્યવાહી જીઆઇડીસી પોલીસને સોંપી હતી.

ઘરની બારી ખોલી ચોરીને અંજામ આપતા
આરોપીઓ રાત્રીના સમયે બંધ દુકાન, એપાર્ટમેન્ટો, મોલ વિગેરે જાહેર સ્થળોએ પાર્ક કરેલ બાઇકનો હેન્ડલ લોક તોડી ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરતા હતા. જ્યારે બિનરહેણાંક ઘરોની સ્લાઇડીંગ બારીથી અંદર ઘૂસી મુખ્ય દરવાજાને ખોલી ચોરી કરીને ફરાર થઇ જતા હતા. આરોપી હિમાંશુ ઉર્ફે પિન્ટુ વિરૂદ્ધ ડુંગરા પોલીસ મથકમાં બે જ્યારે વાપી જીઆઇડીસી પોલીસમાં બે ગુના નોંધાઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...