તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:સંઘપ્રદેશ દાનહ અને દમણમાં કોરોના પોઝિટિવના 25 કેસ નોંધાયા

વાપી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 19 દર્દી ડિસ્ચાર્જ થયા, એક્ટિવ કેસની સંખ્યા 190 પહોંચી

સંઘપ્રદેશ દાનહ અને દમણમાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ 25 કેસ નોંધાયા હતા જ્યારે 19 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા 190 ઉપર પહોંચી છે. બંને પ્રદેશમાં રોજેરોજ કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દાનહમાં નવા 15 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.

પ્રદેશમા હાલમાં 139 સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 1714કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા 377નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 15 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો. 14 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે. જ્યારે પ્રદેશમા 15 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે. જ્યારે દમણમાં રવિવારે વધુ 10 પોઝિટિવ કેસ સાથે એક્ટિક કેસની સંખ્યા 51 ઉપર પહોંચી છે.

દમણમાં 8 સેન્ટર ઉપર કુલ 429 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વિનોબાભાવે નર્સિંગ કોલેજ અને ખાનવેલ સબ જીલ્લા હોસ્પીટલ અને પીએચસી સીએચસી સેન્ટર પર અને સોસાયટીમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ ચાલી રહ્યુ છે જેમા આજે 1258 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં ટોટલ 23641 લોકોને વેક્સીન આપવામાં આવી છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે પ્રશાસન તરફથી ગાઇડ લાઇન બહાર પાડી લોકોને સમજાવવાના પ્રયત્નો સતત હાથ ધરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો