જાનહાની ટળી:ઉમરસાડી માછીવાડમાં ઘર પર વિજળી પડતાં પાણીની ટાંકીના બે ભાગ થઇ ગયા

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરનું બોર્ડ સાથે વાયરીંગ સળગી ગયુ, સદનશીબે જાનહાની ટળી

છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં બપોર થતા મોડી રાત સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદની ઇનિગ ચાલી રહી છે. જેમાં ગુરૂવારે રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં ઉમસાડીમાં વીજ પડતા ઘરની ટાંકી ફાટી ગઇ હતી.

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગુરૂવારની રાત્રીએ ગાજવીજ અને કડાકા સાથે વરસાદનું આગમન થયુ હતું.આ દરમિયાન પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે રહેતાં ગુલાબભાઇ પટેલના ઘર માથે વિજળી પડી હતી. જેના કારણે ધાબા પર મુકેલી પાણીની ટાંકીના બે ભાગ થઇ ગયા હતાં. આ સાથે ઘરનું સ્વિચ બોર્ડ સળગી ગયુ હતું. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. અચાનક પડેલી વિજળીથી પરીવારજનોમાં પણ ડર ગયા હતાં. અનેક સ્થળોએ ગુરૂવારની રાત્રીએ ભારે વરસાદ પડયો હતો. આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યાં છે. ગણેશ મહોત્સવના અંતિમ દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...