નિર્ણય:વાપી પાલિકા ચૂંટણીમાં આપ 44 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની જાહેરાત બાદ આપ પાર્ટીએ ભાગ લેવાનો નિર્ણય કર્યો

વાપી પાલિકાની 30મી નવેમ્બરે સામાન્ય ચૂંટણીની જાહેરાત થઇ છે. આ જાહેરાત બાદ બુધવારે આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વાપી ખાતે આ‌વી પાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર આપ પાર્ટીના ઉમેદવારો ઉભા રહેશે તેવી જાહેરાત કરી હતી. જેને લઇ પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગના એંધાણ વર્તાઇ રહ્યા છે. વાપી પાલિકાની ચૂંટણી પૂર્વે ધીમે ધીમે રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે.

ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે બુધવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વાપી ખાતે બેઠક જણાવ્યું હતું કે, પાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠકો ઉપર પૂરી તાકાતથી ચૂંટણી લડશુ, થોડા દિવસોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરીશું.

પાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વાપીના તબીબ રાજીવ પાંડેની નિમણૂંક કરવામાં આવી છે. આપ પાર્ટીની જાહેરાત બાદ હવે પાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે આપ પાર્ટી ઉમેદવાર ઉભા રાખશે તો ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે.

ગાંધીનગર બાદ વાપીમાં આપની કસોટી
ગાંધીનગર મહાનગરપાલિકામાં આપ પાર્ટીને માત્ર 1 જ બેઠકથી સંતોષ માનવો પડયો હતો. ત્યારે હવે ફરી વાપી પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવાની જાહેરાત કરી છે. સુરતના આપના કોર્પોરેટરો વાપી ખાતે રોકાઇ ચૂંટણી પ્રચાર કરશે. આમ ગાંધીનગર બાદ વાપી પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કસોટી થશે.

અન્ય સમાચારો પણ છે...