ચૂંટણી ચકરાવો શરૂ:વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપના 3 નેતાને ટિકિટ ન મળતા આખરે કોંગ્રેસમાંથી ઉમેદવારી

વાપી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત આપ પાર્ટીના 34 ઉમેદવાર મેદાનમાં
 • અંતિમ દિવસે 172 ફોર્મ ભરાયા, વોર્ડ 10માં ભાજપને બિનહરિફ બેઠક મળે તેવી સંભાવના

વાપી પાલિકાની 28 નવેમ્બરે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં ભાજપે 88, કોંગ્રેસે 50, આમ આદમી પાર્ટીએ 34 ,અપક્ષ ઉમેદવારો સહિત કુલ 172 ઉમેદવારીપત્ર ભરાયા હતાં. બીજી તરફ ભાજપ સાથે સંકળાયેલા ત્રણ નેતાઓએ કોંગ્રેસને સાથ આપી પોતાના સંબંધીને ચૂંટણીમાં ઉતારતાં રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો હતો. જો કે ભાજપના નેતાઓના મતે ત્રણમાંથી એક જ નેતા ભાજપ સાથે સંકળાયેલાં છે.

વાપી પાલિકાની સામાન્ય ચૂંટણીને લઇ રાજકીય માહોલમાં ગરમાટો આવી રહ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે શનિવારે વાપી મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો જોવા મ‌ળ્યો હતો. કેબિનેટ મંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠન સહિતના હોદેદારોની હાજરી વચ્ચે કુલ 44 બેઠકો માટે ભાજપના 88 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જયારે વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષ વશી તથા હોદેદારોની હાજરી વચ્ચે 50 જેટલા ફોર્મ ભરાયા હતાં.

આમ આદમી પાર્ટીએ 34 ફોર્મ ભર્યા હોવાનો દાવો કર્યો હતો. ભાજપે 88, કોંગ્રેસે 50,આમ આદમી પાર્ટીએ 34, અપક્ષ મળી કુલ 172 ફોર્મ ભરાયા હતાં. ખાસ કરીને કોંગ્રેસમાંથી વોર્ડ નં. 7માં શબાના સુહેલભાઇ શેખે ઉમેદવારી નોંધાવી છે. જે ભાજપ સંગઠનમાં મંત્રી વલસાડ જિલ્લા લઘુમતી મોરચામાં છે. વોર્ડ નં-6માં કોંગ્રેસમાંથી નસરીનબાનું નાસીરભાઇ પાનવાલાએ ઉમેદવારી નોંધાવી છે. નાશિર પાનવાલા વાપી શહેર ભાજપ લઘુમતિ સેલના પ્રમુખ છે. જયારે વોર્ડ નં. 5માં કોંગ્રેસમાંથી દિનેશ હરિહર પ્રસાદ ઉર્ફે અનિલ દારૂવાળાએ પણ ઉમેદવારી નોંધાવી છે.

જે પણ ભાજપના સક્રિય કાર્યકર્તા અને વર્ષોથી કામ કરતાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસમાંથી ત્રણ ભાજપના સમર્થકોએ ઉમેદવારી નોંધાવતાં રાજકીય માહોલ ગરમાયો છે. વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી અનેક દાવેદારોના પત્તા કપાયા છે. જેના કારણે કેટલાક વોર્ડમાં ભાજપના કાર્યકરોમાં નારાજગી છે. ચૂંટણીમાં આ નારાજગી ભાજપને ભારે પડી શકે છે. જેથી આ કાર્યકર્તાઓને મનાવવા ભાજપ માટે પડકારૂપ બની રહેશે.

ચૂંટણી માટે ભાજપ બાદ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદી

વોર્ડ નં. 1

 • આશાબેન કમલેશ પટેલ
 • શ્રુતિ ધવલકુમાર પ્રજાપતિ
 • જીગ્નેશ રાજુભાઇ હળપતિ
 • જગજીવન રધુભાઈ રાઠોડ

વોર્ડ નં. 2

 • નંદાબેન ચંદ્રકાંત પટેલ
 • નરેશ રમણભાઇ પટેલ
 • અજય રમેશભાઇ પટેલ
 • શિલ્પાબેન કલ્પેશભાઇ પટેલ

વોર્ડ નં. 3

 • મોન્ટુબેન કનુભાઇ પંચાલ
 • રાગીનીબેન કુનીલસિંહ ઠાકુર
 • વિનય રમેશભાઇ શાહ
 • મેહુલ નલિનભાઇ મકવાણા

વોર્ડ નં. 4

 • મીના ગોપાલસીંગ ઘાયલ
 • અજીમખાન રૂબઅલી ખાન
 • હસમુખ મણીભાઇ પંચાલ
 • સીમા સુરેન્દ્ર સાંવત

વોર્ડ નં. 5

 • જીનલ જશવંત પટેલ
 • કૃપાલીબેન સંજય પટેલ
 • દિનેશ હરિહર પ્રસાદ
 • લાલ મહેમદ મોહમદવકીલ ઘાંસી

વોર્ડ નં. 6

 • નસરીનબાનું નાસીર પાનવાલા
 • મણીબેન નટુભાઇ પટેલ
 • પીરમહમદ મકરાણી
 • ખંડુભાઇ ગુલાબભાઇ પટેલ

વોર્ડ નં. 7

 • શબાના સુહેલભાઇ શેખ
 • નિલેશ ભગવાનજી પટેલ
 • હિના કૌશિક ગોહિલ
 • રામપાલ રમાપતિ પાલ

વોર્ડ નં. 8

 • કૌશિક ફકીરભાઇ નાયકા
 • રીટાબેન રમેશભાઇ કહાર
 • નુરજહા મહમદ આસીફ ખાન
 • પ્રદિપ રમણલાલ શાહ

વોર્ડ નં. 9

 • તુષારકુમાર રામજી ભાનુશાલી
 • મહેશભાઇ સેવંતીલાલ શાહ
 • પ્રતિમાબેન રાજેન્દ્રકુમાર દેસાઇ
 • હીના હેમંતભાઇ હળપતિ

વોર્ડ નં. 10

 • ચેતનભાઇ મંગુભાઇ પટેલ
 • હર્ષદભાઇ ચીમનભાઇ પટેલ
 • ગીતાબેન કાનજીભાઇ ગોહિલ

વોર્ડ નં. 11

 • નસીમબાનુ શૌકત ખલીફા
 • દિપકભાઇ છોટુભાઇ પટેલ
 • ફારુકખાન રસીદખાન ખાન
 • સુનિતાબેન અશ્વિનભાઇ પટેલ

ભાજપ સાથે જોડાયેલા હશે તો પક્ષ કાર્યવાહી કરશે
વોર્ડ નં. 7માં શબાના સુહેલભાઇ શેખ ભાજપ સાથે જોડાયેલા છે. અન્ય બે ઉમેદવારો અંગે માહિતી એકત્ર કરાશે. ભાજપ સાથે જોડાયેલા હશે તો પક્ષવિરોધી કામગીરી અંતગર્ત કાર્યવાહી કરાશે. આ અંગે મોેવડીમંડળને જાણ કરાશે.- સતિષ પટેલ, પ્રમુખ,વાપી શહેર ભાજપ સંગઠન

ભાજપની કેટલીક બેઠકો બિનહરિફ થવાની વકી
વોર્ડ નં. 10 સુલપડમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારે જાતિનું પ્રમાણપત્ર રજુ કર્યુ નથી. જેથી ચકાસણી દરમિયાન આ ફોર્મ રદ્ થાય તો ભાજપની બેઠક બિનહરિફ થઇ શકે છે. આ ઉપરાંત અન્ય કેટલીક બેઠકો પણ બિનહરિફ થશે એવી રાજકીય માહોલમાં ચર્ચા ચાલી રહી છે. ફોર્મોની ચકાસણી બાદ બિનહરિફ બેઠકોની સ્થિતિ સાફ થશે. હાલ તો વોર્ડ 10ની એક બેઠક ભાજપ માટે બિનહરિફ થવાની સંભાવના
વધી છે.

કોંગ્રેસ અને AAP વચ્ચે અંતે સમજુતિ ન થઇ
પાલિકાની ચૂંટણીમાં ભાજપને પછાડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. પરંતુ બંને પક્ષો વચ્ચે સમજુતિ ન થઇ હોવાની માહિતી મળી રહી છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ભારે નુકસાન થયુ હતું.બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેટલા ફોર્મ ભર્યા અને કયા કયા ઉમેદવારો છે તેની માહિતી ગુપ્ત રાખી હતી. રવિવારે આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરશે એવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...