ડુંગરા પોલીસે સલવાવ હાઇવે ઉપર ટ્રેલરમાં રૂ.11.76 લાખના દારૂ સાથે ચાલક અને ક્લીનરને પકડી પાડી માલ ભરાવનાર અને ટ્રેલર માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડુંગરા પોલીસની ટીમ બુધવારે રાત્રે વાહન પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સલવાવ ઓવરબ્રીજ પાસે વાપીથી સુરત તરફ જતા હાઇવે ઉપર વોચ ગોઠવતા અશોક લેલન ટ્રેલરને દમણ તરફથી આવતા જોઇ સાઇડ પર અટકાવીને પાછળ ચકાસણી કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂ અને બીયર નંગ-4884 કિં.રૂ.11,76,000 અને ત્રણ ફોન કિં.રૂ.3500 સાથે ટ્રેલરની કિં.રૂ.15 લાખ ગણી કુલ રૂ.26,79,500નો મુદ્દામાલ કબજે લઇ આરોપી ચાલક ગીરજેશ યમુના પાલ રહે.યુપી તથા ક્લીનર સુભાષ રામક્રિષ્ણ પાલ રહે.મુંબઇ ને પકડી પાડી પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે, આ ટ્રેલર તેઓ મહારાષ્ટ્રના ચારોટી પાસેથી સેઠ દિલીપ રામકેશ પાલના કહેવાથી દમણ લઇ ગયા હતા. જ્યાં એક ઇસમે તેઓને દારૂ ભરી આપી સુરત ખાતે પહોંચાડવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.